Sat,23 November 2024,3:03 pm
Print
header

પાકિસ્તાનમાં ભડકી ભયાનક હિંસા, 36 લોકોનાં મોત, 162 ઘાયલ થયા

ઇસ્લામાબાદઃ આતંકવાદને પોષનાર દેશ પાકિસ્તાનની હાલત હવે ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે મોટી હિંસા થઈ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 36 લોકો માર્યાં ગયા હોવાના અહેવાલ છે. ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે પાંચ દિવસ પહેલા બંને જૂથો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હિંસા કેવી રીતે ફાટી નીકળી ?

પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે આદિવાસી જૂથો વચ્ચે આ સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો છે. હિંસામાં 36 લોકો માર્યા ગયા અને 162 ઘાયલ થયા છે. ગામમાં અગાઉ આદિવાસીઓ અને ધાર્મિક જૂથો વચ્ચે ઘાતક અથડામણો તેમજ સાંપ્રદાયિક અથડામણો અને આતંકવાદી હુમલાઓ જોવા મળ્યાં છે.

પોલીસે શું કહ્યું ?

સમગ્ર હિંસા અંગે પોલીસે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી આદિવાસી હિંસામાં 36 લોકો માર્યાં ગયા છે અને 162 અન્ય ઘાયલ થયા છે. આ ઘટના અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં બની હતી.

ફાયરિંગ હજુ પણ ચાલુ છે

આદિવાસી વડીલો, સૈન્ય નેતૃત્વ, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની મદદથી થોડા સમય પહેલા બોશેરા, મલિકેલ અને દુંદર વિસ્તારમાં શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે સમજૂતી થઈ છે. જિલ્લાના અન્ય કેટલાક ભાગોમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. બાકીના વિસ્તારોમાં પણ સંઘર્ષ વિરામ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch