Fri,28 June 2024,2:55 pm
Print
header

રશિયાના દાગિસ્તાનમાં આતંકવાદી હુમલો, પાદરી અને પોલીસકર્મીઓ સહિત 15 લોકોનાં મોત, 13 ઘાયલ

મોસ્કોઃ રશિયાના ઉત્તર કાકેશસ પ્રદેશના દાગિસ્તાનમાં રવિવારે આતંકવાદીઓએ એક સિનાગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. આ હુમલામાં છ પોલીસ અધિકારીઓ અને એક પાદરી સહિત 15 લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી છે.

રશિયન સત્તાવાળાઓએ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. સિનેગોગ અને ચર્ચ ડર્બેન્ટમાં સ્થિત છે, જે મુસ્લિમ ઉત્તર કાકેશસ પ્રદેશમાં પ્રાચીન યહૂદી સમુદાયનું કેન્દ્ર છે. પોલીસ ચોકી પર હુમલો લગભગ 125 કિલોમીટર દૂર દાગિસ્તાનની રાજધાની મખાચકલામાં થયો હતો.

પાદરીનું ગળું કાપ્યું

રશિયન ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કેટલાક અજાણ્યા લોકોએ એક સિનાગોગ અને ચર્ચ પર ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ચર્ચમાં માર્યા ગયેલા લોકોમાં પાદરી પણ સામેલ હતા. પાદરી નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરવામાં આવી હતી. તેમનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. તેઓ 66 વર્ષના હતા અને ખૂબ જ બીમાર હતા.

13 લોકો ઘાયલ થયા હતા

ન્યૂઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે દક્ષિણ કાકેશસમાં યહૂદી સમુદાયના એક પ્રાચીન સિનાગોગમાં હુમલા બાદ આગ લાગી હતી. જેમાં 13 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ છે.

રશિયા ટુડેના જણાવ્યાં અનુસાર હુમલા બાદ હુમલાખોરો વાહન લઇને ફરાર થઈ ગયા હતા, પોલીસ હાલમાં તેમને શોધખોળ હાથ ધરી છે. હુમલાખોરો પર ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી જેમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

દાગિસ્તાન પ્રજાસત્તાકના વડા સર્ગેઈ મેલિકોવ એક નિવેદનમાં જણાવ્યું કે કેટલાક અજાણ્યા લોકોએ સામાજિક પરિસ્થિતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. દાગિસ્તાન પોલીસ અધિકારીઓએ તેમનો રસ્તો રોક્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch