(ફાઇલ ફોટો)
અમદાવાદઃ રાજકોટ આગકાંડની તપાસમાં ઘેરાયેલી ગુજરાત સરકારને વડોદરા હરણી બોટ દુર્ઘટના પર હાઈકોર્ટે ફટકાર લગાવી છે. રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટને કોર્ટે ફગાવી દીધો છે. હાઈકોર્ટનું વલણ જોઈને સરકારના એડવોકેટ જનરલે તાત્કાલિક રિપોર્ટ પાછો ખેંચી લીધો હતો. આ વર્ષની શરૂઆતમાં 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો સાથે બે શિક્ષકોનાં મોત થયા હતા. આ મુદ્દે સુનાવણી દરમિયાન જ્યારે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટે પૂછ્યું હતું કે આ રિપોર્ટ વાર્તાની જેમ તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પર હાઈકોર્ટ નારાજ
હાઈકોર્ટે પણ હરણી બોટ અકસ્માતની ઘટનાની સુઓમોટો સંજ્ઞાન લીધી હતી. ત્યારથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રિપોર્ટ જોયા બાદ કહ્યું કે વાર્તા જેવી છે તે રીતે લખવામાં આવી છે. હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે તપાસ સમિતિનો રિપોર્ટ સાચો નથી. કોર્ટે પૂછ્યું કે શું મુખ્ય સચિવ કહેવા માંગે છે કે કંઈ ખોટું થયું નથી ? જો એમ હોય તો આખી સિસ્ટમમાં ખામી છે. હાઈકોર્ટે ટિપ્પણી કરી કે શું કમિશનરને બચાવવા માટે આ બધું થઈ રહ્યું છે ? વડોદરામાં બોટ પલટી જવાની ઘટના બાદ રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની ચર્ચાઓ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મુલાકાત લીધી હતી.
બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકો હતા, સુરક્ષા પણ ન હતી
વડોદરાની બોટ દુર્ઘટનામાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું હતુ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મળ્યાં બાદ ખાનગી પેઢી તળાવમાં બોટનું સંચાલન કરી રહી હતી. જ્યારે બોટ ડૂબી હતી ત્યારે તેમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. 14ની ક્ષમતાવાળી બોટમાં 27 લોકો સવાર હતા. આ ઘટના બાદ પોલીસે બોટનું સંચાલન કરતી પેઢી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. વડોદરા હરણીની ઘટનામાં મહાનગરપાલિકાની ભૂમિકા પર સવાલો ઉઠ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્ટેટ GSTના રાજ્યવ્યાપી દરોડા, રૂ. 3 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ | 2024-11-22 21:07:27
આજીવન કેદની સજા રદ કરવા આસારામ બાપુએ કરી અરજી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ- Gujarat Post | 2024-11-22 20:45:40
અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની થઈ પુષ્ટિ, યુએસ કોર્ટમાં છે મામલો | 2024-11-22 15:04:16
અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ? | 2024-11-22 11:30:39
આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ | 2024-11-22 10:57:58
વોટ્સએપ ગ્રુપ હેક કરીને વિદ્યાર્થિનીઓ સાથે સાયબર છેતરપિંડી, 100થી વધુ છોકરીઓ બની શિકાર | 2024-11-22 08:20:53
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા, માતાએ કહ્યું- આરોપીને ફાંસી આપો પછી મારા દીકરાની લાશ લઇશું | 2024-11-18 17:47:23
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
વડોદરા પી વી મુરજાણી આત્મહત્યા કેસઃ માનેલી પુત્રી અને તેની માતાનો ફોન સ્વીચ ઑફ, બંનેને શોધવા પોલીસ કામે લાગી- Gujarat Post | 2024-11-11 10:39:13
વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી વી મુરજાણીએ લાયસન્સ ગનથી કર્યો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત- Gujarat Post | 2024-11-09 10:55:08
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01