Sun,17 November 2024,10:55 am
Print
header

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો, પ્રેમ લગ્ન કરનારી બહેનના વાળ ખેંચીને ભાઈએ કર્યું અપહરણ

રાજકોટઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે, રક્ષાબંધનના તહેવાર પહેલા હું મારી બહેનને તારી સાથે રહેવા નહીં દઉં, તેને લઇ જઇશ કહીને સાળાએ બનેવીની હાજરીમાં 3 શખ્સો સાથે સગી બહેનનું અપહરણ કરી લીધુ હતુ, આ સમગ્ર ઘટનાના CCTV માં કેદ થઈ છે. જેને આધારે યુવકે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. યુવાને ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ કરીને યુવતીને છોડાવી હતી, તેના પતિને સોંપી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મુળ પડધરીના દેપાળીયાના અને હાલ રાજકોટમાં રહેતા ગેરેજ સંચાલક દિપેશ ખીમજીભાઇ પંચાસરાએ ત્રણ મહિના પહેલા મોટી પાનેલીની યુવતી સાથે લવ મેરેજ કર્યાં હતા. પરંતુ તેના સાળાને આ લગ્ન પસંદ ન હતા તેથી ત્રણ શખ્સોને સાથે રાખીને રાજકોટ આવીને બનેવીની હાજરીમાં પોતાની બહેનનું બળજબરીથી ઇકો કારમાં અપહરણ કર્યું હતુ

પોલીસે આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્ક- 7 સનરાઇઝ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 202 માં રહેતાં તથા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે માર્શલ મોટર્સ નામે ગેરેજ ચલાવતાં દિપેશ ખીમજીભાઇ પંચાસરા (ઉ.વ.26) નામના ગુર્જર સુથાર યુવાનની ફરિયાદ પરથી તેના સાળા નીતિન જસાભાઇ સરેણા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી 365, 451, 120 (બી) મુજબ કાવત્રુ ઘડી દિપેશની પત્નિનું અપહરણ કરી જવાનો ગુનો નોંધ્યો છે.

દિપેશે પોલીસ સમક્ષ જણાવ્યું કે હું ગેરેજ ચલાવું છું અને તારીખ 13-5-2021ના રોજ મેં વડીયા ખાતે મોટી પાનેલીની ઉર્મિલા જસાભાઇ સરેણા સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. ત્યારથી હું, મારા પત્નિ, માતા-પિતા અને ભાઇ રાજકોટ રહીએ છીએ. સાંજના સવા આઠેક વાગ્યે હું મારા ગેરેજે હતો ત્યારે પિતાનો ફોન આવેલો કે તારો સાળો નીતિન અને બીજા ત્રણ લોકો ઘરમાં બળજબરી પુર્વક ઘુસી જઇ તારી પત્નિ ઉર્મિલાને ઇકો ગાડીમાં બેસાડીને ભાગી ગયા છે.

દિપેશે જણાવ્યું કે મેં ઉર્મિલા સાથે લવમેરેજ કર્યાં હોઇ તે મારા સાળાને પસંદ ન હોઇ જેથી તે મારી પત્નિનું અપહરણ કરી ગયો હતો. મારા સાળાએ અગાઉ મને ધમકી પણ આપી હતી કે 'હું મારી બહેનને તારી સાથે રહેવા નહીં દઉ અને તેને લઇ જઇશ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch