Sun,17 November 2024,8:15 pm
Print
header

ગુજરાતના આ શહેરમાં નોંધાયો લવ જેહાદનો પ્રથમ કેસ, દુષ્કર્મ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

વડોદરાઃ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ ગુજરાતનો પહેલો ગુનો દાખલ થયો છે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નવા સુધારેલા કાયદા પ્રમાણે ગુનો દાખલ થયો છે નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરામાં પ્રથમ કેસ નોંધાયો છે.આ મામલે ડીસીપી ઝોન- 2 જયરાજ સિંહ વાળાએ માહિતી આપી છે દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટની કલમ દાખલ થઈ છે. પીડિતા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી.

યુવકે પોતાનો ધર્મ છુપાવ્યો, ખ્રિસ્તી ધર્મનો હોવાનું કહીને યુવતીને ફસાવ્યાં હતા. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. અને તેના મોબાઈલમાં વાંધાજનક વીડિયો અને ફોટો પાડી લીધા હતા. યુવકે અવાર નવાર બ્લેક મેઇલ કરી દુષ્કર્મ આચર્યું હતુ, અને બે વખત યુવતી ગર્ભવતી થઈ જતાં યુવતીનું ગર્ભપાત કરાવ્યું હતું.

યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યાં હતા. યુવતીનું નામ બદલી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. સમીર અબ્દુલ કુરૈશી નામના યુવાને આ કારસ્તાન આચર્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. માર્ટીન સેમ નામ ધારણ કરીને તે યુવતીને મળ્યો હતો. આરોપી તરસાલીનો વતની છે અને મટનની દુકાન ચલાવે છે.

'તું મુસ્લિમ માટે જ બની છો' તેમ કહીં ત્રાસ ગુજાર્યો હતો. અંતે ત્રાસ સહન કરતી યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી પોતાની ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસીટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2021ની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વધુ તપાસ એસીપી એસસીએસટી સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch