Sun,17 November 2024,3:24 am
Print
header

કચ્છમાં દલિત પરિવાર પર હુમલાનો કેસ, પીડિત સભ્યોને રૂ. 21 લાખની ચૂકવાશે સહાય

કચ્છઃ ભચાઉ તાલુકાના નેર ગામે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે દર્શન કરવા ગયેલા અનુસૂચિત જાતિના લોકો પર ગામના 17 શખ્સોએ ગત તારીખ 26ની સવારે હુમલો કરી દીધો હતો.આરોપીઓએ ફરિયાદીના ઘર પર જીવલેણ હુમલો કરતાં છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં 17 માંથી 6 વ્યક્તિને ભચાઉ પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે.

આ ઘટના અંગે કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમને આ ઘટનાની નિંદા કરીને સમાજમાં વૈમનસ્ય ફેલાવતા આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દલિત પરિવારના લોકોનો વીડિયો દસાડા કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકીએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ હુમલાની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સરકારે ભોગ બનનાર 6 પીડિતોને 21 લાખ રૂપિયાની સહાય ચૂકવાવાની જાહેરાત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch