Sat,16 November 2024,4:24 am
Print
header

ફરી જનતા પર મોંઘવારીનો માર, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં આટલા રૂપિયાનો વધારો- Gujarat Post

નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર 

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા 

નવી દિલ્હીઃ સામાન્ય જનતા ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા છે. વધેલી કિંમતો દેશમાં આજથી (7 મે)થી લાગુ થશે. કિંમત વધ્યાં બાદ દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર 999.50 રૂપિયામાં મળશે. આ પહેલા 22 માર્ચે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં તેની કિંમત 949.50 રૂપિયા થઈ ગઈ હતી. માર્ચ 2022 પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબર 2021ના રોજ એલપીજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

1 મેના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં 102.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. કિંમતોમાં વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2355.50 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2253 રૂપિયા હતી. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch