Mon,18 November 2024,12:09 am
Print
header

કોરોના સંકટમાં વધુ એક આફત, ગુજરાતના અનેક શહેરો મ્યુકોરમાઈકોસિસની બીમારીના ભરડામાં

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે હવે કોરોનાની આ આફતની વચ્ચે જનતા માટે બીજી મુસીબત ઉભી થઈ છે. પહેલાથી મુશ્કેલીનો સામનો કરી રહેલા ગુજરાતના માથે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીથી હડકંપ આવ્યો છે. આ બીમારીથી ડર એટલા માટે પેદા થયો છે કે કોરોના કરતાં પણ આ મ્યુકોરમાઈકોસિસ વધુ ઘાતક અને ખતરનાક છે.

સુરતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે 'મ્યુકોરમાઈકોસિસ' નામની બીમારીએ માથું ઊંચક્યું છે. કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીઓનો આખો ચહેરો બગાડી નાખે છે, સાથે તે મટવાનું પણ નામ લેતી ન હોવાથી દર્દીઓ હેરાન થઈ રહ્યાં છે.

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસને કારણે ચિંતામાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સારવાર આપવા માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા સાથેનો આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે 'મ્યુકોરમાઈકોસિસ'ને નોંતરું આપી રહ્યાં છે. બીજી બાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી સારવાર ચાલતી હોય છે.આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ પર રહે છે અને અનેક કેસોમાં મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે 'મ્યુકોરમાઈકોસિસ'ને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શનની પણ હાલ તીવ્ર અછત જોવા મળી રહી છે.

બીમારીના શું છે લક્ષણો ?

– સતત માથું દુખવું
– દેખાતું ઓછું થઈ જવું
– દાંતમાં સતત ઝણઝણાટી થવી
– નાક બંધ થઈ જવું
– નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું
– મોઢા ઉપર સોજો આવવો
– નાક અને આંખ આસપાસની ચામડી કાળી પડી જવી

કોરોનાની પહેલી લહેર વખતે પણ આ બીમારીના દર્દીઓમાં વધારો થયો હતો પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ વધી રહ્યાં હોવાથી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

સુરતની કિરણ હોસ્પિટલમાં અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસના 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે. જેમાંથી 8 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે 50 દર્દીઓ કતારમાં છે. ડોક્ટરોના જણાવ્યાં પ્રમાણે આ રોગ મટી શકે છે પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે છે.

કોરોના બાદ સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસ નો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધી 659 દર્દી નોંધાયા છે. બીજી તરફ હળવદમાં 2 અને જામનગરમાં 1 દર્દીના આંખની રોશની આ બીમારીથી છીનવાઈ ગઈ છે. 

સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના કેટલા દર્દી ? 

રાજકોટમાં કુલ 400 કેસ, મોરબીમાં 200 કેસ, જામનગરમાં 35 કેસ, જૂનાગઢમાં 15 કેસ, હળવદમાં 6 કેસ, પોરબંદરમાં 3 કેસ સામે આવ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મ્યુકરમાઈકોસિસના દર્દી દાખલ છે. 45 જેટલા દર્દી વેઇટિંગમાં છે. પહેલા વેવમાં સિવિલની ઓપીડીમાં દરરોજ આશરે ત્રણ-ચાર દર્દી આવતા હતા જે આંકડો વધીને 20 પર પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch