Sun,17 November 2024,7:29 am
Print
header

નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં ? જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

અમદાવાદઃ આગામી 5 દિવસ રાજ્યમાં નહિંવત વરસાદ રહેશે. વિવિધ શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદને લઈને આગાહી કરી છે. ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં નહિંવત વરસાદ રહેશે. જો કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી 400 કિમી દૂર નીકળી ગયુ છે. તેથી શાહીનનો ખતરો ટળી ગયો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. આ સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહીં રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે 2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch