Sat,16 November 2024,4:34 pm
Print
header

ગુજરાતના આ પાંચ ગામોમાં મળશે દારૂ પીવાની છૂટ ! Gujarat Post

(demo pic)

દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના એક ગામનો સમાવેશ

પ્રવાસન સ્થળ તરીકે આ ગામોમાં પી શકાશે દારૂ

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી (liquor ban) હોવા છતાં રોજનો હજારો લીટર દારૂ ક્યાંકને ક્યાંક પકડાતો રહે છે. દરમિયાન દારૂબંધીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે.અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ ગુજરાતના (south Gujarat) ચાર અને સૌરાષ્ટ્રના(saurashtra) એક ગામને દારૂબંધીથી મુક્ત થશે.પ્રવાસન સ્થળ તરીકે આ ગામોમાં દારૂ પી શકાશે.

દક્ષિણ ગુજરાતના ચાર ગામ મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન જ્યારે સૌરાષ્ટ્રના ગોઘલા ગામનો સમાવેશ થશે. આ નિર્ણય કેન્દ્રના ગૃહ મંત્રાલયે કર્યો છે.ગોવામાં 28મી જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી કાઉન્સિલની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી શકે છે. આ નવા પ્રદેશો કેન્દ્રશાસિત થઇ જતાં ત્યાં ટુરિઝમ એક્ટિવિટીને (tourism activity) વધારે મહત્વ મળશે.

ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે દીવના પ્રદેશની નજીક આવેલા ગામનો વિસ્તાર યુનિયન ટેરેટરીમાં સામેલ થશે ત્યારે આ વિસ્તારના ગામોને દારૂબંધીનો કાયદો નડશે નહીં. કપરાડા તાલુકાનું મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે, જ્યારે ત્રણ ગામો મધુબન જળાશય ને દાદરાનગર હવેલી વિસ્તારની વચ્ચે જોવા મળે છે. આ ગામો ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે ત્યારે તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે. આ ગામોને ગુજરાતમાંથી મુક્ત કરવાની માંગણી વર્ષો જૂની છે જે હવે સાકાર થાય તેમ લાગી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch