Mon,18 November 2024,7:49 am
Print
header

કેટલાક OTT પ્લેટફોર્મ પોર્નોગ્રાફી દર્શાવે છે, સ્ક્રિનિંગ થવું જરુરી : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: આજે સુપ્રીમ કોર્ટે  OTT પ્લેટફોર્મ અંગે જણાવ્યું કે કેટલાક પ્લેટફોર્મ પોર્ન ફિલ્મો જ દેખાડે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણના વડપણ હેઠળની ખંડપીઠે OTT પ્લેટફોર્મ પર કોઈ પ્રકારના અંકુશની આવશ્યકતા દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે નવી ગાઇડલાઇન્સ રજૂ કરવા માટે કેંદ્રને આદેશ આપ્યો હતો.

એમેઝોન ભારતના વડા અર્પણા પુરોહીતની આગોતરા જામીન અરજી પર સુનાવણી સમયે આ પ્રકારની ટીપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હવે ઈન્ટરનેટ પર ફીલ્મો જોવી એ સામાન્ય બની ગયુ છે પણ અમે એ મંતવ્ય પર છીએ કે તેમાં કોઇ નિયંત્રણ હોવું જોઈએ. કેટલાક ઓટીટી પ્લેટફોર્મ પોર્નોગ્રાફી દર્શાવે છે. વેબ સિરીઝ તાંડવમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવું અને વડાપ્રધાન જેવા બંધારણીય પદ સાથે રમત કરવાના આરોપ પછી ઉત્તર પ્રદેશનાં ત્રણ શહેરો લખનઉ, નોઈડા અને શાહજહાંપુરમાં FIR દાખલ થઈ છે.

અર્પણા પુરોહીત સામે ઉતરપ્રદેશમાં એક બાદ એક 10 કેસ દાખલ થયા છે.જો કે તેઓ કંપનીના એક કર્મચારી જ છે. એમેઝોન પર હિન્દુ દેવી દેવતાને અપમાનજનક દર્શાવવા અને લોકોની ધાર્મિક લાગણી તથા દુશ્મનાવટ સર્જાય તેવા પુરાવા બદલ આ કેસ દાખલ થયા છે. હાઈકોર્ટે કહ્યું હતું કે ફકત નાણાં કમાવા માટે જ આ પ્રકારના કાર્યક્રમો કન્ટેન્ટ અપાય છે.

સૈફ અલી ખાન, મોહમ્મહ જીશાન અયુબ અને ડિમ્પલ કાપડિયા સ્ટારર તાંડવ વેબ સિરીઝ જાન્યુઆરીમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી. સિરીઝના ઘણા સીન્સને લઈને વિવાદ ઊભો થયો હતો. તેમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન, પોલીસની ખોટી છબી દર્શાવવી અને વડાપ્રધાન જેવા બંધારણીય પદની ગરિમા સાથે રમત કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch