Sun,08 September 2024,5:48 am
Print
header

આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post

રાજ્યમાં 75 પાલિકાઓ, 17 તાલુકા પંચાયતો, બે જિલ્લા પંચાયતો અને 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ત્રણેક મહિનામાં યોજાઈ શકે છે

હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યાં બાદ આક્રમક મૂડમાં આવી ગઈ છે અને વિવિધ કાર્યક્રમો યોજીને રાજ્ય સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં કોંગ્રેસ કાઠું કાઢી ન જાય તે માટે દિલ્હી હાઇકમાન્ડ ગુજરાતના સંગઠન માળખામાં ફેરફાર કરવાના મૂડમાં નથી. સી.આર.પાટીલને જ ડિસેમ્બર સુધી પ્રદેશ પ્રમુખ રહી શકે છે.

કમલમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યું હતું, આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી, પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં સંકેત મળ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની વરણી થવાની સંભાવના ઓછી જણાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch