Sat,23 November 2024,6:13 am
Print
header

ઓટો રિક્ષામાંથી મળ્યાં ત્રણ મૃતદેહો...રાજકોટમાં આર્થિક તંગીથી કંટાળીને વૃદ્ધ દંપતી અને પુત્રએ કર્યો આપઘાત

સામૂહિક આપઘાતનો સનસનીખેજ કિસ્સો

પુત્ર રિક્ષા ચલાવીને ચલાવતો હતો ગુજરાન

રાજકોટઃ જિલ્લામાં એક વૃદ્ધ દંપતી અને તેમના 35 વર્ષના પુત્રએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે, પોલીસે ત્રણેયના મૃતદેહોને મોટા રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાંથી કબ્જે કર્યાં છે. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.  

પોલીસે જણાવ્યું કે બુધવારે રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી અને તેમના પુત્રએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. બુધવારે સવારે 10.15 વાગ્યે એક ઓટો રિક્ષામાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યાં હતા.

પોલીસે સ્યૂસાઇડ નોટને આધારે શરૂ કરી તપાસ

પોલીસે કહ્યું કે સ્થળ પરથી એક સ્યૂસાડ નોટ પણ મળી આવી છે, તેમાં લખ્યું છે કે પરિવાર આર્થિક તંગી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. આથી ત્રણેય લોકોએ આવું પગલું ભર્યું હતું. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.

દીકરો ઓટો રિક્ષા ચલાવીને ઘર ચલાવતો હતો

મૃતકોની ઓળખ કાદરભાઇ મુકાસમ (ઉ.વ-62), તેમની પત્ની ફરીદાબેન (ઉ.વ-59) અને વૃદ્ધ દંપતીનો પુત્ર આશિક (ઉ.વ-35) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતક પુત્ર ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch