Thu,21 November 2024,2:25 pm
Print
header

PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post

Guyuna Honours PM Modi: ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીએ જ્યોર્જટાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સલન્સથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મને ગયાનાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈરફાન અલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. અમારા સંબંધો પ્રત્યેની તમારી ઊંડી પ્રતિબદ્ધતાનો આ જીવંત પુરાવો છે. જે આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતો રહેશે.

તેમણે કહ્યું કે ભારત અને ગયાના સંબંધો આપણા સહિયારા ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ વ્યક્તિગત રીતે આ સંબંધોને અભૂતપૂર્વ ઉંચાઈઓ પર લઈ જવામાં મોટું યોગદાન આપ્યું છે, તેમના નેતૃત્વમાં અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યા છીએ.

અમારો સહયોગ સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે મહત્વપૂર્ણ છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત પણ દરેક ક્ષેત્રમાં ગયાના સાથે ખભે ખભા મિલાવીને ચાલવા તૈયાર છે. બે લોકશાહી તરીકે અમારો સહયોગ માત્ર દ્વિપક્ષીય સંબંધો માટે જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે મહત્વપૂર્ણ છે. અસંખ્ય નદીઓ, ધોધ અને સરોવરોથી આશીર્વાદિત ગયાનાને ઘણા પાણીની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે ગયાનાની નદીઓ અહીંના લોકોની સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ છે, તેવી જ રીતે ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી ભારતની મહાન નદીઓ પણ આપણી પ્રાચીન સંસ્કૃતિની જન્મભૂમિ રહી છે. ભારત અને ગયાના વચ્ચે સમાનતાના ઘણા ઉદાહરણો છે, જે આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar