Fri,15 November 2024,11:59 am
Print
header

તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 8 હજારને પાર, હજુ અનેક લોકો કાટમાળમાં જીવન મરણ વચ્ચે લડી રહ્યાં છે જંગ- Gujarat Post

(Photo: AFP)

તુર્કીઃ તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ચારેબાજુ તબાહીના દ્રશ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 8000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. તુર્કીમાં 5894 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 34180 લોકો ઘાયલ થયા છે. સીરિયામાં સરકાર નિયંત્રિત વિસ્તારમાં 812 લોકોના, વિદ્રોહીના નિયંત્રણવાળા વિસ્તારમાં 1220 લોકોએ જીવ ગુમાવ્યો છે. તુર્કી અને સીરિયામાં અંદાજે 11000 ઈમારતો તબાહ થઈ છે.

તુર્કીમાં ત્રણ મહિના સુધી ઈમરજન્સીની જાહેરાત કરાઈ છે. તમામ સ્કૂલો 13 ફેબ્રુઆર સુધી બંધ રહેશે. સરકારી ઈમારતોને શેલ્ટર હોમમાં ફેરવી દેવાઈ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજત તૈયાબ ઈરદુગાને જણાવ્યું કે અત્યાર સુધીમાં 70 દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠન મદદ માટે આગળ આવ્યાં છે.

અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે મોત સામે લડી રહ્યાં છે. લોકો આખી રાત તેમના કુટુંબીજનોને શોધી રહ્યાં છે. હાથ વડે કાટમાળમાંથી માટી કાઢતા રહ્યાં છે. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો જીવતા હોવાને કારણે રેસ્ક્યૂ ટીમને પણ ખૂબ જ સાવધાનીથી કામ કરવું પડે છે.

તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે 6 ફેબ્રુઆરીએ કહરામનમારા વિસ્તારમાં 7.7 તીવ્રતાના ભૂકંપ પછી અત્યાર સુધીમાં કુલ 435 ભૂકંપના આંચકા નોંધાયા છે. તેમણે કહ્યું કે ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય માટે અત્યાર સુધીમાં કુલ 60,217 કર્મચારીઓ અને 4,746 વાહનો અને બાંધકામ સાધનો તૈનાત કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch