Fri,15 November 2024,12:00 pm
Print
header

મોતનો આંકડો 21 હજાર ઉપર, તુર્કી-સીરિયામાં ભૂકંપથી ચારેબાજુ તબાહી, કાટમાળમાંથી સતત નીકળી રહી છે લાશો

તુર્કીઃ ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 21 હજારથી વધારે લોકોના મોત થયા છે.કાટમાળમાંથી સતત લાશો નીકળી રહી છે.ઠંડા વાતાવરણને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. ભૂકંપના આ ઝટકાએ અનેક પરિવારોને ખતમ કરી દીધા છે, હજારો લોકો હોસ્પિટલમાં દાખલ છે.

તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અનેક લોકો કાટમાળમાં દબાયેલા છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ વધારે લોકો જીવતા મળવાની શક્યતા ઘટી રહી છે. હવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાટમાળમાં દબાયેલા લોકો ચાર દિવસમાં ભૂખ,તરસ અને ઠંડીના કારણે મોતને ભેટી શકે છે. વર્લ્ડબેંકે તુર્કીને 1.78 બિલિયન ડોલરની સહાય જાહેર કરી છે. અમેરિકાએ ભૂકંપ પ્રભાવિત તુર્કી અને સીરિયાની મદદ માટે 85 મિલિયન ડોલરની સહાય જાહેર કરી છે.

તુર્કીની ભૌગોલિક સ્થિતિના કારણે ત્યાં સમયાંતરે ભૂકંપ આવતો રહે છે. 1999માં અહીં ભૂકંપથી 18000 લોકોનાં મોત થયા હતા. ઓક્ટોબર 2011માં 6000થી વધુ લોકોના મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch