Fri,15 November 2024,11:50 am
Print
header

5,000 લોકોનાં મોત, હજુ કાટમાળમાં પડી રહી છે બૂમો, ભૂકંપના આંચકાથી ડરનો માહોલ

ભૂકંપગ્રસ્ત તુર્કીની વ્હારે આવ્યું ભારત, રાહત સામગ્રી મોકલી

અમેરિકા અને સ્પેને પણ લંબાવ્યો મદદનો હાથ

અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે

તુર્કીઃ ભારતે ભૂકંપગ્રસ્ત તુર્કીમાં રાહત સામગ્રી મોકલી છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાતના કલાકો પછી, ભારતે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ભૂકંપ રાહત સામગ્રીનો જથ્થો તુર્કી મોકલ્યો છે. તુર્કી અને સીરિયામાં ઘાતક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોના મોત થયા છે. તુર્કીમાં ગઈકાલે દિવસે 7.8, 7.5 અને 6.0ની તીવ્રતાના સતત ત્રણ વિનાશક ભૂકંપ આવ્યાં હતા.

ભારત દ્વારા રાહત સામગ્રી મોકલાઇ છે, સાથે જ કેટલાક નિષ્ણાંતો મોકલાયા છે, જેમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની શોધ અને બચાવ ટીમનો સમાવેશ થાય છે. ડોગ સ્ક્વોડ અને મેડિકલનો સામાન પણ મોકલાયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી છે.

સોમવારે આવેલા ભૂકંપને કારણે તુર્કી અને સીરિયા સહિત ચાર દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. છેલ્લા દિવસમાં ત્રણ વખત અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. પહેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી.અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

તુર્કી અને સીરિયામાં ઓછામાં ઓછા 5,000 લોકો માર્યાં ગયા છે અને 15,000 થી વધુ ઘાયલ થયા છે. વાઇસ પ્રેસિડેન્ટ ફિયાટ ઓકટેને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. તે જ સમયે, સીરિયામાં ઓછામાં ઓછા 783 લોકો માર્યાં ગયા અને 639 ઘાયલ થયા છે. ઈઝરાયલ અને લેબનોનમાં પણ અનેક મોતની આશંકા સેવાઈ રહી છે.

તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે થયેલી તબાહી પર દુખ વ્યક્ત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડાશે. સીરિયાના ભૂકંપ પ્રભાવિત લોકોની મદદ માટે સ્પેન પણ આગળ આવ્યું છે. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે ખાસ પ્રશિક્ષિત સ્નિફર ડોગ્સ મોકલવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch