Fri,15 November 2024,11:50 am
Print
header

તુર્કી-સીરિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 15 હજારને પાર, ભારતે શરૂ કર્યું ઓપરેશન દોસ્ત- Gujarat Post

(Photo: AFP)

તુર્કીઃ તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ઘાયલોની સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે. કાટમાળ નીચે હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. આવી સ્થિતિમાં મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે.

તુર્કીના અલગ-અલગ શહેરોમાં પણ વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વિસિસ (યુએસજીએસ)ના રિપોર્ટ અનુસાર, રાત્રે 12 વાગ્યા પછી સવારે 7.14 વાગ્યાની વચ્ચે અલગ-અલગ સમયે પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4.4 થી 4.5 સુધીની હતી.

તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત લોકોની મદદ માટે ભારતે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું છે. ભારતે આર્મી, એરફોર્સના જવાનો, NDRF અને ડોક્ટરોની ટીમને તુર્કી મોકલી છે. રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે, ભારતીય સેનાએ હતાએ શહેરમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોની સારવાર સતત ચાલી રહી છે. એનડીઆરએફની ટીમો પણ બચાવ કાર્ય ચલાવી રહી છે.

તુર્કી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, અહીં અત્યાર સુધીમાં 12 હજાર 391 લોકોનાં મોત થયા છે, જ્યારે 62 હજાર 914 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તેમાંથી મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની હાલત અત્યંત ગંભીર છે. સીરિયન સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 2,992 લોકોનાં મોત થયા છે. તેમાંથી 1,730 લોકો ઉત્તર પશ્ચિમના અલગતાવાદી વિસ્તારોમાં મૃત્યું પામ્યા હતા, જ્યારે 1,262 લોકો સરકાર હસ્તકના વિસ્તારોમાં મૃત્યું પામ્યા હતા. 10 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch