Fri,15 November 2024,9:57 am
Print
header

વહુ અને સસરાનો મૃતદેહ ઝાડ પર લટકી રહ્યો હતો, દાહોદના કંબોઈ ગામે પહોંચી પોલીસ

એક જગ્યાએથી વહુ-સસરાના ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં મૃતદેહ

પરિવારજનોની પૂછપરછ બાદ થઈ શકે છે કોઇ ખુલાસો

દાહોદઃ સસરા અને વહુએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.દાહોદના કંબોઈ ગામની સીમમાં એક ઝાડ પરથી વહુ અને સસરાના મૃતદેહ મળી આવ્યાં છે. બનાવની જાણ થતાં ગ્રામજનો અહીં દોડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

ઝાડ પર લટકી રહ્યાં હતા મૃતદેહો

પોલીસે પરિવારજનોની શરૂ કરી પૂછપરછ

એક જ જગ્યાએથી વહુ-સસરાના મૃતદેહ મળી આવતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની લોકો ચર્ચાઓ કરી રહ્યાં છે. પોલીસ દ્વારા આસપાસના લોકો અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરાઇ છે. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો બનાવ હોવાનું પોલીસનું માનવું છે, હાલમાં આ મામલે ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch