Fri,22 November 2024,10:54 am
Print
header

સ્ટેચ્યૂં ઓફ યુનિટી પાસે બે આદિવાસીઓને માર મારીને મોતને ઘાટ ઉતાર્યા, જાણો- શું હતો સમગ્ર મામલો ?

કેવડિયાઃ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂં ઓફ યુનિટી પાસે બે આદિવાસીઓની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમ સ્થળ પર ચોરીની શંકામાં બે આદિવાસી ભાઇઓને કામદારોએ માર માર્યો હતો. એક પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી.

એકનું ઘટના સ્થળ પર અને બીજાનું હોસ્પિટલમાં મોત થયું

નર્મદા પોલીસનાં જણાવ્યાં અનુસાર આ ઘટના 6 ઓગસ્ટની રાત્રે બની હતી. મૃતકોની ઓળખ જયેશ તડવી અને સંજય તડવી તરીકે થઈ છે. છ મજૂરોએ કેવડિયાના રહેવાસી જયેશ અને નજીકના ગભાણ ગામના રહેવાસી સંજયને બંધક બનાવીને માર માર્યો હતો. જેના કારણે જયેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગુરુવારે સવારે રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં સંજયનું મોત થયું હતું.

મૃત્યુ પહેલા સંજયે શું કહ્યું ?

સંજય તડવીએ મૃત્યું પહેલા નિવેદન આપ્યું હતું કે તે અને જયેશ ખેત મજૂર હતા. તેઓ રાત્રીના સમયે બાંધકામના સ્થળે ઘૂસી ધાતુના કેટલાક ટુકડાઓ ચોરીને વેચી મારતા હતા. તે પકડાઈ ગયા અને પછી તેમને માર મારવામાં આવ્યો હતો. એસપીએ જણાવ્યું કે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કંપનીએ મૃતકોના પરિવારજનોને 20-20 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch