Sat,16 November 2024,12:09 pm
Print
header

હવે ડેલ્ટાક્રોન નામના નવા કોરોના વેરિયન્ટના ખતરાની આશંકા- Gujarat post

ડેલ્ટાક્રોનના દર્દીઓમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટના લક્ષણો જોવા મળી રહ્યાં છે

બ્રિટનમાં સેમ્પલમાં ડેલ્ટા અને ઓમિક્રોનના હાઇબ્રિડ વેરિયન્ટ ‘ડેલ્ટાક્રોન’ કેસ

લંડનઃ કોરોનાના વિશ્વમાં અનેક વેરિઅન્ટ સામે આવી રહ્યાં છે ત્યારે હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં ડેલ્ટા અને ઓમિક્રોનના હાઇબ્રીડ એવા ડેલ્ટાક્રોન વેરિયન્ટનો સામનો કરવો પડી શકે છે. બ્રિટનમાં કોરોના ટેસ્ટ માટે લેવાયેલા કેટલાક સેમ્પલમાં ડેલ્ટા અને ઓમિક્રોનના હાઇબ્રિડ વેરિયન્ટ ‘ડેલ્ટાક્રોન’ના(Deltacron) કેસ મળી આવ્યાં હોવાનું દેશની હેલ્થ એજન્સી યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું છે. ડેલ્ટાક્રોનના દર્દીઓમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટના લક્ષણો જોવા મળી રહ્યાં છે.જો કે ડેલ્ટાક્રોન વેરિયન્ટ કેટલો ચેપી છે કે તેના લક્ષણો કેટલા ગંભીર હોઇ શકે છે તે અંગે યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન જારી નથી કરાયું પણ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટાક્રોન અગાઉના વેરિયન્ટ્સથી ઓછો ઘાતક હશે.

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર માટે ડેલ્ટા અને ત્રીજી લહેર માટે ઓમિક્રોન વેરિયન્ટ જવાબદાર હતો.ડેલ્ટાક્રોન વેરિયન્ટ ગત વર્ષના અંતમાં સાયપ્રસના એક રિસર્ચરે શોધ્યો હતો.સાયપ્રસ યુનિવર્સિટીના લિયોનિડોસ કોસ્ટ્રિકિસે દાવો કર્યો હતો કે તેમની ટીમને ડેલ્ટાક્રોન વેરિયન્ટના 25 કેસ મળી આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch