Fri,15 November 2024,6:11 pm
Print
header

યૂક્રેનના 4 વિસ્તારો પર રશિયાનો કબ્જો કર્યાનો દાવો, UNમાં વોટિંગમાં ભારતનું રહ્યું આ સ્ટેન્ડ- Gujarat Post

(UNGA માં વોટિંગઃ તસવીર સૌજન્યઃ એએફપી)

રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધને લઈને ભારતે ફરી એક વખત ન કર્યું વોટિંગ

યુદ્ધ કરવાથી કંઈ નહીં મળે, વાતચીત તથા કૂટનીતિ દ્વારા સમાધાનની કરી વાત 

Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી રશિયા આક્રમક બનતાં સ્થિતિ વિસ્ફોટક બની છે. જેને લઈને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કર્યો. જેમાં યુક્રેનના ચાર પ્રદેશો પર રશિયાના કબ્જાની નિંદા કરવામાં આવી છે.143 દેશોએ ઠરાવની તરફેણમાં, 5 દેશોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે, ભારત સહિત 35થી વધુ સભ્ય દેશો મતદાનથી દૂર રહ્યાં હતા. ભારતે આ વિવાદમાંથી દૂર રહેવાનું નક્કિ કર્યું છે.

રશિયાએ દાવો કર્યો છે કે તેણે યૂક્રેનના ચાર વિસ્તાર ડોનત્સક, ખેરસાન, લુહાંસ્ક અને ઝેપોરીઝિયામાં જનમત સંગ્રહ કરાવ્યો છે, ત્યાંના લોકો રશિયામાં ભળી જવા માંગે છે. રશિયાના આ દાવાને પશ્ચિમી દેશોએ ગેરકાયદેસર કબ્જો ગણાવ્યો છે અને નિંદા પ્રસ્તાવમાં 193માંથી 145 દેશોને તેનું સમર્થન મળ્યું છે. આટલા દેશોના પ્રસ્તાવના પક્ષમાં વોટિંગ કરવાને કારણે રશિયા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

ભારત તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે રશિયા યૂક્રેન યુદ્ધને કારણે ઉદભવેલી સ્થિતિથી તેઓ ચિંતિત છે અને ઝડપથી બધુ સામાન્ય થઈ જશે. યુદ્ધ કરવાથી કંઈ નહીં મળે અને માત્ર વાતચીત તથા કૂટનીતિ દ્વારા જ કોઈ સમાધાન કાઢી શકાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch