Sat,16 November 2024,12:02 pm
Print
header

કુશીનગરમાં લગ્ન પ્રસંગે જ કૂવો બન્યો મોતનો કૂવો, સ્લેબ તૂટતાં 13 લોકોનાં મોત– Gujarat Post

કૂવામાં ડૂબી જવાથી મોત)

  • કૂવાને સ્લેબ ભરીને બંધ કરી દેવામાં આવ્યો હતો
  • લગ્ન પ્રસંગ હોવાથી સ્લેબ પર મોટી સંખ્યામાં લોકો ઉભા હતા
  • કૂવો ઉંડો અને પાણીથી ભરેલો હોવાથી મૃત્યુઆંક વધ્યો

કુશીનગરઃ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં બુધવારે રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, અકસ્માતને પગલે લગ્નનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો. કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગિયા ગામમાં લગ્ન સમારોહ દરમિયાન બુધવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 13 લોકોના મોત થઇ ગયા હતા. લગ્નની વિધિ દરમિયાન કૂવાનો સ્લેબ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકોમાં મહિલાઓ, યુવતીઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે મટકોડ (લગ્ન પહેલાની વિધિ) દરમિયાન અચાનક કૂવાનો સ્લેબ તૂટી જતાં 25થી વધુ મહિલાઓ, બાળકીઓ અને બાળકો કૂવામાં પડ્યા હતા. મૃતકો પૈકી બેની ઓળખ થઈ શકી નથી.આ બનાવને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટના બન્યા બાદ સ્થાનિકો લોકોએ અહીં પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

બનાવની જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી.ઘટનાની ગંભીરતાને લઈ કમિશનર, ડીઆઈજી, ડીએમ, એસપી ઘટનાસ્થળે પહોંચ્યાં હતા, તેમણે પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી છે.

નૌરંગિયા ગામમાં સ્કૂલ ટોલામાં રહેતા પરમેશ્વર કુશવાહાના પુત્ર અમિત કુશવાહાના લગ્ન પહેલા બુધવારે મોડી રાત્રે હળદરની વિધી કરવામાં આવી રહી હતી. ઘરથી લગભગ 100 મીટર દૂર આવેલા કૂવાની સામે મટકોડ (લગ્ન પહેલાની વિધિ) ચાલી રહી હતી.જે કૂવા પાસે કાર્યક્રમ ચાલી રહ્યો હતો તેને આરસીસી સ્લેબ બનાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો. વિધી  દરમિયાન કૂવા પર બનાવેલ સ્લેબ પર મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતીઓ અને બાળકો ઉભા હતા, સ્લેબ અચાનક તૂટતા તેના પર ઉભેલા લોકો ખાબક્યા હતા.

મૃતકોનાં નામ

  • પૂજા યાદવ (20)
  • શશિકલા (15)
  • આરતી (13)
  • પૂજા ચૌરસિયા (17)
  • જ્યોતિ ચૌરસિયા(10)
  • મીરા (22)
  • મમતા (35)
  • શકુંતલા (34)
  • પરી (20)
  • રાધિકા (20)
  • સુંદરી (9)

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch