Sat,16 November 2024,10:30 am
Print
header

Elections Results: પ્રારંભિક વલણમાં યુપીમાં ભાજપ, પંજાબમાં આપ આગળ- Gujarat Post

Elections Results: પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ આગળ છે. પંજાબમાં આમ આદમી પાર્ટી, ગોવામાં ભાજપ, મણિપુરમાં ભાજપ આગળ છે, ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટક્કર છે.

ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. UP માં  શરૂઆતના 70 મિનિટના ટ્રેન્ડમાં BJP 150 સીટોને પાર કરી ગઈ છે, SP 82 બેઠકો પર આગળ  છે. પૂર્વાંચલ અને અવધમાં ભાજપ આગળ છે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સપા જોર જોવા મળી રહ્યું છે. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પાછળ ચાલી રહ્યાં છે.

ઉત્તરાખંડની તમામ 70 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યાં છે. પહેલા એક કલાકના ટ્રેન્ડમાં ભાજપે 36 સીટોનો બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. પંજાબની તમામ સીટો માટે ટ્રેન્ડ સામે આવ્યાં છે. જેમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી દેખાઈ રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિદ્ધુ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે.

ગોવામાં 40 અને મણિપુરની 60 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું, મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે બે તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં બંને તબક્કામાં કુલ 265 ઉમેદવારો મેદાનમાં હતા,ગોવામાં 40 બેઠકો માટે 301 ઉમેદવારો મેદાનમાં હતા. શરૂઆતના સમયના વલણો અનુસાર ગોવામાં કોંગ્રેસ બહુમતની ખૂબ નજીક છે, મણિપુરમાં ભાજપ આગળ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch