Sun,17 November 2024,3:31 am
Print
header

ગદ્દારો સામે આક્રોશ, ગોરખપુરમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવનારા 4 સામે રાજદ્રોહનો કેસ દાખલ

ઉત્તર પ્રદેશઃ આગામી યુપી વિધાનસભાની ચૂંટણીઓની જોરશોરથી થઇ રહેલી તૈયારીઓ વચ્ચે હવે 4 શખ્સો સામે રાજદ્ગોહનો ગુનો દાખલ કરાયો છે. એસપી મનોજ કુમાર અવસ્થીએ જણાવ્યું છે કે એક ઇમારત પર પાકિસ્તાની ઝંડો લહેરાવનારા 4 શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. કેટલાક પાકિસ્તાની ઝંડાના ફોટો વાઇરલ થયા પછી પોલીસ હરકતમાં આવી ગઇ છે

પાકિસ્તાની ધ્વજ લહેરાવ્યાં બાદ હિન્દુ સંગઠનોએ દેખાવો શરૂ કર્યાં છે, સ્થિતિ વધુ તંગ થવાના ડરથી પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે અને આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. ચૌરીચૌરા પોલીસ સ્ટેશનના મુંડેરા બજારના વોર્ડ નંબર 10માં મુસ્લિમ સમુદાયના ઘર પર આ ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. આ બનાવ પછી અહીં પથ્થરમારો કરાયો છે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. જો કે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરતા સ્થિતી શાંત થઇ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch