Sat,16 November 2024,7:55 pm
Print
header

UP ચૂંટણી પહેલા અખિલેશ યાદવના નજીકના લોકો પર આઈટીના દરોડા - Gujarat Post

લખનઉઃ સમાજવાદી પાર્ટીના નેતા પર આજે આઈટીએ દરોડા પાડ્યા છે. અખિલેશ યાદવની નજીક મનાતા મનોજ યાદવ, જૈનેંદ્ર યાદવ, સપા પ્રવક્તા રાજીવ રાયના ઘર પર આઈટીએ રેડ કરી છે. આ કાર્યવાહી લખનઉ ઉપરાંત મૈનપુરી, આગ્રા, મઉમાં થઈ રહી છે. જેને લઈને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, ચૂંટણી પહેલા આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે. આ બધું પહેલા પણ થઈ શકતું હતું પરંતુ ચૂંટણી પહેલા રાજકીય કિન્નાખોરીથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે કહ્યું, બીજેપી સરકાર ભેદભાવથી કામ કરે છે. આ સરકાર જનતાને પરેશાન કરી રહી છે. પરંતુ હવે જનતાએ બીજેપીને ખતમ કરવાનો ફેંસલો લઈ લીધો છે. રાજીવ રાય દિવસરાત પાર્ટી માટે કામ કરી રહ્યા છે. મૈનપુરીના રહેવાસી મનોજ યાદવ અખિલેશના નજીક છે અને તેઓ આરસીએલ ગ્રુપના માલિક છે. તેમના ઘરે આઈટીની ટીમ 12 કારનો કાફલો લઈને પહોંચી છે.

લખનઉમાં રહેતા અને અખિલેશના નજીકના ગણાતા જૈનેંદ્ર યાદવ ઉર્ફે નીટુના ઘરે પણ આઈટી તપાસ કરી રહી છે. તેઓ અખિલેશના ખાસ છે અને પરિવારના સભ્યની જેમ પડછાયાની માફક સાથે રહે છે. અખિલેશ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ તેના ઓએસડી હતા.

સપા પ્રવક્તા રાજીવ રાયે ઈડીની કાર્યવાહી પર કહ્યું, મારો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. હું લોકોની સહાય કરું છું અને આ વાત સરકારને પસંદ નથી તેના પરિણામે રાગદ્વેષથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch