Thu,21 November 2024,5:30 pm
Print
header

માનવભક્ષી વરૂનો આતંક....બહરાઇચમાં 2 વર્ષની બાળકીને ફાડી ખાધી, મહિલાને ઘાયલ કરી- Gujarat Post

Latest UP News:  હરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે ફરીથી લોહિયાળ વરૂએ લોહિયાળ રમત રમી હતી. ગરેઠી ગામમા માતા સાથે રૂમમાં સૂતી અંજલિ (2 વર્ષ) પર વરૂએ હુમલો કર્યો હતો. વરૂએ માતા મીનુ સાથે સુતેલી અંજલિને પકડી લીધી અને શેરડી તરફ ભાગ્યું હતું. અવાજ સાંભળીને માતા મીનુની આંખ ખુલી ગઈ અને તેણે અવાજ કરતાં પીછો કર્યો. પરંતુ અંધારાનો લાભ લઇ વરુ ભાગી ગયું હતું. જ્યારે વન વિભાગની ટીમે માહિતી મેળવી અને ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ કરી તો ગામથી એક કિમીના અંતરે બાળકીની લાશ પડી હતી. મૃતદેહ જોતાની સાથે જ પરિવારજનોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા.

હરડી વિસ્તારની ગ્રામ પંચાયત કોટિયાના મજરા બારાબીખામાં રહેતી કમલા (60 વર્ષ) પર પણ વરૂએ હુમલો કર્યો હતો. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ઘરના આંગણામાં કમલાએ હુમલાના કારણે ચીસો પાડી હતી. તેની ચીસો સાંભળીને તેના પરિવારના સભ્યો તેને તરત જ મહસી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તેને મેડિકલ કોલેજમાં રીફર કરી હતી. જ્યાં તેની હાલત નાજુક છે.

હરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરુઓના હુમલાનો સિલસિલો ચાલુ છે. શનિવારે રાત્રે એક વરુએ તેની માતા સાથે સૂતેલા પારસ (7 વર્ષ) પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ પછી તેને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, વરુએ રવિવારે વહેલી સવારે કુન્નુ લાલ (55 વર્ષ) પર પણ હુમલો કર્યો હતો. પરિવારના સભ્યોના આગમનથી કુન્નુનો જીવ બચી ગયો હતો. કુન્નુને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

હુમલાની માહિતી મળતાં ડીએફઓ, એસડીએમ, સીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા અને તપાસ શરૂકરી હતી. હુમલા બાદ ફરી એકવાર ગભરાટ વધી ગયો છે. વરૂઓએ અત્યાર સુધીમાં 10 લોકોને ફાડી ખાધા છે અને 31 લોકોને ઘાયલ કર્યા છે. વન વિભાગે ચાર વરૂ પાંજરે પૂર્યા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch