Sat,16 November 2024,9:58 am
Print
header

પરિણીતા પડી PUBG પ્લેયરના પ્રેમમાં, ઘર છોડીને પછી.. Gujarat Post

(PUBG પ્લેયરના પ્રેમમાં પડ્યા બાદ ઘર છોડીને ભાગેલી પરિણીતા પોલીસ પકડમાં આવી)

મુઝફ્ફરપુરઃ દેશની મોટી વસ્તી માટે ટાઈમ પાસનું સાધન બની ચુકેલી ઓનલાઈન ગેમના કિસ્સા સતત સામે આવતા રહે છે. ઘણી વખત લોકો ઓનલાઈન ફ્રોડમાં ફસાય છે, ક્યારેક પ્રેમના ચક્કરમાં પડીને ઠગાતા હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લામાં સામે આવ્યો છે. શ્યામદેઉરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક પરિણીતા પબજી પ્લેયરના પ્રેમમાં પડી અને તેને મળવા ઉત્તર પ્રદેશથી બિહાર પહોંચી ગઇ, જે અંગે પોલીસને જાણ થયા બાદ તેને પકડીને પતિને સોંપી દેવામાં આવી છે.

પોલીસના કહેવા મુજબ આ મહિલા ટાઈમપાસ કરવા માટે પબજી ગેમ રમતી હતી. દરમાયન તેને બિહારના મુઝફ્ફરમાં રહેતા પબજી પ્લેયર સાથે પ્રેમ થયો. 3 માર્ચની રાત્રે અચાનક મહિલા ઘરેથી ગુમ થઈ ગઇ હતી, તેના પતિએ મિત્રો, સગાસંબંધીમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં બીજા દિવસે ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહિલા ગુમ થયાનો મામલો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે મહિલાને પબજી રમવાની ટેવ હતી. દરમિયાન તેની વાત બિહારના મુઝફ્ફરપુરમાં રહેતા એક છોકરા સાથે થતી હતી. વાતચીત પ્રેમમાં પરિણમી અને મહિલા ઘર છોડીને તેને મળવા પહોંચી. મહિલાના પતિની ફરિયાદ પર પોલીસે તેને ઝડપીને પરિવારજનોનો સોંપી દીધી છે. મહિલા અને તેનો પતિ મૂળ બંગાળના રહેવાસી છે, ઘણા સમયથી યુપીના મહારાજગંજ જિલ્લામાં રહે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch