Sat,21 September 2024,1:07 am
Print
header

મોદીના મિત્ર બાઇડેનની સરકાર પણ કેનેડાની તરફેણમાં, કહ્યું કેનેડામાં થયેલી હત્યાની તપાસ થવી જ જોઇએ- Gujarat Post

કેનેડાના ભારત પર આરોપોને લઈને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલવિને કહી આ વાત

ન્યૂયોર્કઃ કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાની આશંકા છે. તેથી આ મામલે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે અમેરિકા કેનેડાના આરોપોને લઈને અત્યંત ચિંતિત છે, તે તપાસને સંપૂર્ણ સમર્થન આપે છે અને તે ઈચ્છે છે કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે.

જેક સુલિવાને કહ્યું કે અમેરિકા કેનેડા અને ભારત બંનેના સંપર્કમાં છે.તેમણે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે નિજ્જર હત્યાને લઈને યુએસ અને કેનેડા વચ્ચે મતભેદ હતા. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું, 'હું સખત રીતે નકારું છું કે અમેરિકા અને કેનેડા વચ્ચે તિરાડ છે. અમે (કેનેડિયન) આરોપો વિશે ખૂબ જ ચિંતિત છીએ, અમે ઇચ્છીએ છીએ કે તપાસ આગળ વધે અને ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે. જ્યારથી આ મુદ્દો સાર્વજનિક બન્યો છે ત્યારથી અમેરિકા આ મુદ્દે ઊભું છે અને જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે બહાર નહીં આવે ત્યાં સુધી અડગ રહેશે.

જેક સુલિવાને કહ્યું કે કેનેડામાં એક શીખ 'અલગતાવાદી નેતા'ની હત્યા અંગેના કેનેડાના દાવાને પગલે યુએસ ઉચ્ચ સ્તરે ભારતીયોના સંપર્કમાં છે અને સરકાર આ મામલે ભારતને કોઈ વિશેષ છૂટ આપી રહી નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch