Fri,15 November 2024,10:23 am
Print
header

જો બાઈડેને ગન કલ્ચર રોકવા નવા આદેશ પર કર્યા હસ્તાક્ષર, બંદૂકના દુરુપયોગ પર લાગશે લગામ- Gujarat Post

વોશિંગ્ટનઃ અમેરિકામાં વધી રહેલા ગન કલ્ચરને રોકવા જો બાઈડેન પ્રશાસને કમર કસી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બંદૂકના દુરૂપયોગને રોકવા માટે એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાં છે. આ હુકમ બંદૂકના દુરુપયોગ પર લગામ લગાવશે.

બાઈડેને ગન કલ્ચર અંગે પત્રકારોને જણાવ્યું કે આજે હું વધુ એક એક્ઝિક્યુટિવ ઓર્ડરની જાહેરાત કરી રહ્યો છું. આ એક્ઝિક્યુટિવ ઓર્ડર હથિયારોને ખતરનાક હાથમાં જવાથી દૂર રાખવામાં મદદ કરશે. મેં તમામ હથિયારોના વેચાણ માટે બેકગ્રાઉન્ડ તપાસની જરૂરિયાત પર ભાર મૂકવા હાકલ કરી છે.

તેમણે કહ્યું કે બંદૂક ખરીદનારા ગુંડાઓ છે કે સ્વ રક્ષણ માટે ખરીદી રહ્યાં છે તે ચકાસવું હવે ખૂબ મહત્વનું છે. ગયા વર્ષે, તેમણે દ્વિપક્ષીય સેફર કમ્યુનિટીઝ એક્ટ પર હસ્તાક્ષર કર્યાં હતા, જે 30 વર્ષમાં સૌથી મહત્વપૂર્ણ બંદૂક સલામતી કાયદો છે. બાઈડેનના આ પગલાંથી અમેરિકામાં ગન કલ્ચર અટકશે કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch