Fri,20 September 2024,6:52 pm
Print
header

બિહારના CM નીતીશ કુમારના સેક્સ જ્ઞાન પર અમેરિકન સિંગરે વીડિયો પોસ્ટ કરીને કહી આ વાત

વોશિંગ્ટનઃ તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર બોલતી વખતે મહિલાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ અંગે દેશના ઘણા નેતાઓએ નીતિશ કુમારની ટીકા કરી હતી. જો કે હવે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની એક વ્યક્તિનું નામ જોડાયું છે.

બિહારના સીએમ નીતિશ કુમારના નિવેદન પર આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને કહ્યું કે, જો હું ભારતની નાગરિક હોત તો બિહાર જઈને મુખ્યમંત્રી પદ માટે ચૂંટણી લડી હોત, મેરી મિલબેને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું કે મોદી હંમેશા મહિલાઓ માટે ઉભા છે. તેઓ ભારતીય નાગરિકોની પ્રગતિ માટે શ્રેષ્ઠ નેતાઓમાંના એક છે.

આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને તેના એક્સ હેન્ડલ પરથી વીડિયો જાહેર કરીને કહ્યું કે ઘણા લોકો મને પૂછે છે કે હું શા માટે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરું છું. તેનું મુખ્ય કારણ એ છે કે હું ભારત અને ભારતીય લોકોને વૈશ્વિક સ્તરે પ્રેમ કરું છું. હું માનું છું કે વડાપ્રધાન મોદી ભારત અને ભારતીય નાગરિકોની પ્રગતિ માટે શ્રેષ્ઠ નેતા છે. તેઓ વિશ્વની વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બિહારના સીએમ નીતિશ કુમારના નિવેદન પર તેમણે કહ્યું કે ત્યાં મહિલાઓના મૂલ્યને પડકારવામાં આવી રહ્યાં છે. નોંધનિય છે કે નીતિશ કુમારે વસ્તી નિયંત્રણ પર બોલતા મહિલાઓ પર વિવાદીત ટિપ્પણી કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch