Thu,14 November 2024,10:52 pm
Print
header

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસને ચાંપી આગ, કેનેડાએ કહી આ વાત- Gujarat Post

સાન ફ્રાન્સિસ્કોઃ ખાલિસ્તાની સમર્થકો દ્વારા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને આગ લગાડવાની ઘટનાની અમેરિકાએ સખત નિંદા કરી છે. આ મામલે અમેરિકા તરફથી પગલાં લેવાની વાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ 2 જુલાઈ, રવિવારે રાત્રે 1.30 થી 2.30 વાગ્યાની વચ્ચે સાન ફ્રાન્સિસ્કોમાં વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાવી દીધી હતી.જો કે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. ખાલિસ્તાનીઓએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અમેરિકી સરકારે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ કેનેડિયન ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાને લઇને આ ધમાલ મચાવી છે, થોડા જ સમયમાં બે ખાલિસ્તાની નેતાઓની હત્યા કરી નાખવામાં આવી છે.

કેનેડાના વિદેશ મંત્રીએ આ ઘટના બાદ નિવેદન જારી કરીને વિરોધ દર્શાવ્યો છે. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ટ્વિ કર્યું, "કેનેડા વિયેના સંમેલન હેઠળ તેની જવાબદારીઓને ગંભીરતાથી લે છે, કેનેડા 8 જુલાઈના વિરોધ પ્રદર્શન માટે ઓનલાઈન પ્રસારિત થતી પ્રચાર સામગ્રી અંગે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા તેને અસ્વીકાર્ય ગણાવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch