Fri,15 November 2024,10:26 am
Print
header

અમેરિકાએ કહ્યું- રશિયા સાથે ભારત સંબંધ ખતમ નહીં કરે, આશા છે યૂક્રેન વિવાદ પૂરો કરવાની કોશિશ કરશે- Gujarat Post

(ડોનાલ્ડ લુ- photo ANI)

રશિયા-યૂક્રેન યુદ્ધને થયું એક વર્ષ

યૂક્રેન રશિયાના આક્રમણનો આપી રહ્યું છે જડબાતોડ જવાબ

વોશિંગ્ટનઃઅમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના સહાયક વિદેશ મંત્રી ડોનાલ્ડ લુએ રશિયા-યૂક્રેન સંઘર્ષ પર ભારતના વલણ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો છે, અમેરિકન રાજદ્વારીએ ભારપૂર્વક જણાવ્યું, અમેરિકાને નથી લાગતું કે ભારત રશિયા સાથેના સંબંધોને ટૂંક સમયમાં સમાપ્ત કરશે, પરંતુ અમેરિકાને આશા છે કે ભારત રશિયા સાથેના તેના પ્રભાવનો ઉપયોગ યૂક્રેન યુદ્ધનો અંત લાવવા માટે કરશે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેનની આગામી ભારત, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની મુલાકાત અંગે પત્રકારોને માહિતી આપતા અમેરિકાના ટોચના અધિકારીએ આ ટિપ્પણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા-યૂક્રેન સંઘર્ષના પ્રસ્તાવમાં મતદાનથી દૂર રહેનારા 32 દેશોમાંથી ત્રણ દેશોની ભાગીદારી અંગેના સવાલના જવાબમાં લુએ કહ્યું કે, સ્પષ્ટ છે કે મધ્ય એશિયા અને ભારત સાથે રશિયાના લાંબા અને મજબૂત સંબંધો છે. મને નથી લાગતું કે તેઓ ટૂંક સમયમાં આ સંબંધોનો અંત લાવશે.

લુએ ભારપૂર્વક જણાવ્યું કે, અમે દરરોજ યૂક્રેન પર સમાન દ્રષ્ટિકોણ શેર ન કરી શકીએ, પરંતુ અમે આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થાય તેમ ઈચ્છીએ છીએ. અમને આશા છે કે ભારત આ સંઘર્ષનો અંત લાવવા માટે રશિયા સાથે વાત કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch