Sat,16 November 2024,12:19 am
Print
header

કન્હૈયાલાલની હત્યાનું પાકિસ્તાન સાથે કનેકશન, ગૃહ મંત્રાલયે NIA ને સોંપી તપાસ- Gujarat Post

(આરોપીઓની તસવીર)

નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયે દરજી કન્હૈયાલાલની ઘાતકી હત્યાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીને નિર્દેશ આપ્યો છે. બે શખ્સો દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં લોકોને હચમચાવી નાખનાર ઘટનાના એક દિવસ બાદ ગૃહ મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું છે કે એનઆઇએ આ કેસની તપાસ કરશે.

ગૃહ મંત્રાલયે ટ્વિટ કરીને લખ્યું કે, "MHA એ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કન્હૈયાલાલ તેલીની ઘાતકી હત્યાની તપાસ હાથમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય લિંક્સની સંડોવણીની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે."

કન્હૈયાલાલની ઘાતકી હત્યાની તપાસમાં અત્યાર સુધી જે ખુલાસો થયો છે તે ખૂબ જ ચોંકાવનારા છે. આ હત્યાકાંડના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ ઘટનાને અંજામ આપનારા બંને આરોપીઓનું કનેક્શન કરાંચીના સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે હોવાનુું સામે આવ્યું છે.તે પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. 

પોલીસે જણાવ્યું કે ગુનો કર્યાં પછી તરત જ બંને આરોપીઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી પણ આપી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

અજમેર દરગાહના દીવાન જૈનુલ આબેદીન અલી ખાને આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે ભારતના મુસલમાનો દેશમાં કયારેય તાલિબાની માનસિકતાનો સ્વીકાર નહીં કરે. કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી, ખાસ કરીને ઈસ્લામમાં તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કામ કરે છે, મૃતકે નુપૂર શર્માના સમર્થનમાં પોસ્ટ કરતા વિવાદ થયો હતો, નુપૂરે મોહમ્મદ પયંગબર વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch