Sun,23 June 2024,8:39 am
Print
header

રૂપિયાના બંડલ જ બંડલ... ઉજ્જૈનમાં ગેમિંગ- આઈપીએલ સટ્ટાનો પર્દાફાશ, 15 કરોડની કેશ, 7 કિલો ચાંદી સહિત વિદેશી ચલણ જપ્ત

ક્રિકેટ સટ્ટાનો કિંગપીન પિયુષ ચોપરા ફરાર, 9 લોકોની ધરપકડ

પોલીસે 3.50 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ, સોનાના બિસ્કિટ અને જ્વેલરી જપ્ત કરી

ઉજ્જૈનઃ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે આયોજિત T-20 ક્રિકેટ વર્લ્ડકપમાં સટ્ટાબાજીની બાતમી મળ્યાં બાદ એસપી પ્રદીપ શર્માની હાજરીમાં ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મુસદ્દીપુરા અને હરીફટક-ઈન્દોર સ્થિત ડ્રીમ 19 કોલોનીમાં દરોડા પાડ્યાં હતા. ગતરાત્રે દરોડા પાડીને 15 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી અને ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ, મુસદ્દીપુરામાં રહેતા પિયુષ ચોપરાના પિતા વિજેન્દ્ર ચોપરા લોકોને દેખાડો કરવા માટે બિલ્ડર તરીકે કામ કરતા હતા અને તેની આડમાં મોટા પાયે ક્રિકેટ સટ્ટો રમાડતા હતા.

પોલીસ અધિક્ષક પ્રદીપ શર્માને આ અંગેની માહિતી મળતાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનની ટીમને મુસદ્દીપુરા અને ડ્રીમ 19 કોલોનીમાં દરોડા પાડવા માટે મોકલી હતી. મુસદ્દીપુરા સ્થિત પિયશ ચોપરાના ઘરે દરોડા પડે તે પહેલા તે ભાગી ગયો હતો. તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને નીલગંગા પોલીસ સ્ટેશનની ટીમે ડ્રીમ 19ના મકાન નંબર 17-18માં કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન એસપી શર્મા પોતે ઘટના સ્થળે પહોંચ્યાં હતા.

પોલીસ દ્વારા રાતોરાત ચાલેલા ઓપરેશન દરમિયાન 15 કરોડથી વધુની રોકડ મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ રૂપિયા ગણવા માટે બેંકમાંથી નોટો ગણવાનું મશીન મંગાવવું પડ્યું હતું. પોલીસે 19 ડ્રીમ કોલોનીના ઘરમાંથી મોબાઈલ, લેપટોપ અને સટ્ટાબાજી માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કર્યા છે.

પોલીસનું કહેવું છે કે ક્રિકેટ સટ્ટાબાજીનો માસ્ટર આરોપી પિયુષ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. તેના નવ સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી કરોડો રૂપિયાની રોકડ, લેપટોપ, મોબાઈલ અને સટ્ટાબાજી માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતા, હાલમાં પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch