Fri,15 November 2024,6:28 pm
Print
header

રશિયાના હુમલાથી G-7 દેશના શરણમાં પહોંચ્યા ઝેલેન્સકી, એર ડિફેન્સ સિસ્ટમ આપવા કરી આજીજી- Gujarat Post

(રશિયાના હુમલામાં તબાહ થયેલો યૂક્રેનનો રોડ)

રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધ બન્યું ગંભીર

યુદ્ધની સમગ્ર વિશ્વ પર પડી શકે છે અસર

ખારકીવઃ રશિયા દ્વારા તાબડતોડ મિસાઇલ હુમલા પછી યૂક્રેનના પ્રેસિડેન્ટ વ્લોદિમીર ઝેલેંસ્કી G-7 દેશોના નેતાઓની શરણમાં પહોંચી ગયા છે તેમણે બધા નેતાઓ સાથે વર્ચ્યૂઅલ મીટિંગ કરી છે. આ બેઠકમાં તેઓએ રશિયાથી સુરક્ષાને પહોંચી વળવા માટે એર ડિફેન્સ સિસ્ટમ માંગ કરી છે.

યૂક્રેનના પ્રમુખે રશિયાની ખતરનાક યોજનાઓ અંગે તમામ જૂથના નેતાઓને ચેતવણી આપી અને રક્ષણ માટે હાકલ કરી છે. યૂક્રેને મિસાઇલને હવામાં તોડી પાડવા માટે એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી હતી. G-7 દેશોએ યૂક્રેનને મદદની ખાતરી આપી છે, ઉપરાંત રશિયાને ચેતવણી આપી છે કે પુતિન હુમલો કરવાનું બંધ કરી દે, નહીં તો પરિણામ ખતરનાક આવશે.

આ બેઠકમાં ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાના હુમલા દિવસેને દિવસે વધી રહ્યાં છે. રશિયા રહેણાંક વિસ્તારો અને શાળાઓને નિશાન બનાવી રહ્યું છે. રશિયાની આ કાર્યવાહીને જોરદાર રીતે રોકવી જોઈએ. અમારી મદદ બદલ લાખો લોકો જી7ના સંગઠનના આભારી રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch