Sat,16 November 2024,6:13 am
Print
header

યુક્રેનને રશિયન હુમલામાં 60 બિલિયન ડોલરથી વધુનું નુકસાન, તબાહીમાંથી ઉગરવા દર મહિને જોઈશે આટલા ડોલર- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએફપી ટ્વિટર)

  • રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 58મો દિવસ
  • ઝેલેન્સકીએ વિશ્વ બેંકના મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ પર રશિયા પર વૉર ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો
  • રશિયન સેનાએ યુક્રેનના ઝાપોરિઝિયા પર મિસાઈલ હુમલો કર્યો

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 58માં દિવસે પણ શરૂ છે, બે મહિના પહેલા શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે, રશિયાએ યુક્રેનિયન શહેર મેરીયુપોલ પર જીતનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની સેનાને મારીયુપોલ પર હુમલા રોકવાનો આદેશ આપ્યો હોવાનું અને શહેરની મજબૂત ઘેરાબંધી કરવા કહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વિશ્વ બેંકના મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ પર રશિયા પર વૉર ટેક્સ (યુદ્ધ કર)નો પ્રસ્તાવ મૂક્યો છે.

રશિયન સેનાએ યુક્રેનના ઝાપોરિઝિયા પર મિસાઈલ હુમલો કર્યો છે. પ્રાદેશિક સૈન્ય પ્રશાસને કહ્યું કે હુમલામાં 8 નાગરિકો ઘાયલ થયા છે. આ મિસાઇલોને ખોરીતસિયા ટાપુ પર છોડવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિશ્વ બેંક સાથેની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેમને આર્થિક નુકસાનને ભરપાઈ કરવા માટે દર મહિને $ 7 બિલિયન ડોલરની જરૂર પડશે.

વિશ્વ બેંકના અંદાજ મુજબ, યુક્રેનને રશિયન હુમલામાં અત્યાર સુધીમાં $60 બિલિયનથી વધુનું (અંદાજે 1 લાખ કરોડ રૂપિયા)  ઈન્ફ્રાસ્ટ્રક્ચર નુકસાન થયું છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે કહ્યું કે આ અંદાજ માત્ર અત્યાર સુધી થયેલા નુકસાનનો છે. જો યુદ્ધ વધુ ચાલુ રહેશે તો આ આંકડો વધશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch