Sat,16 November 2024,7:55 am
Print
header

ગુજરાતના આકાશમાં જોવા મળેલી રહસ્યમય રોશની ઉલ્કાપીંડ કે ચીની સેટેલાઈટ ? લોકો હેરાન- Gujarat Post

(ગુજરાતના આકાશમાં જોવા મળેલી રોશનીની તસવીર)

  • રહસ્યમય રોશની ગુજરાત સહિત આસપાસના રાજ્યમાં પણ જોવા મળી
  • ઘટનાનો લોકોએ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો
  • પર્યાવરણ એક્સપર્ટના કહેવા મુજબ, આ ઉલ્કાપિંડ નહીં ક્રેશ થયેલા સેટેલાઈટનો ટુકડો છે
  • પોલીસ અધિકારીઓના કહેવા મુજબ તપાસ ચાલી રહી છે
  • ગુજરાતમાં 1 મીનિટ સુધી જોવા મળ્યો હતો નજારો

અમદાવાદઃ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતના આકાશમાં શનિવારે મોડી સાંજે એક રહસ્યમય રોશની જોવા મળી હતી. આકાશમાં આ પ્રકારના આગના ગોળા જોઈને લોકો હેરાન રહી ગયા હતા. આકાશની રહસ્યમય ઘટનાનો લોકોએ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

પ્રથમ નજરે આ આગનો ગોળો ઉલ્કાપીંડ જેવો લાગે છે. પર્યાવરણના એક્સપર્ટના કહેવા મુજબ, આ ઉલ્કાપીંડ નહીં પણ કોઈ સેટેલાઈટનો ટુકડો છે. આ કયા દેશના સેટેલાઈટનો ટુકડો છે તેની તપાસ ચાલુ છે.  પોલીસ અધિકારીઓના કહેવા મુજબ આ ઉલ્કાપીંડ છે કે પડોશી દેશો ચીન, પાકિસ્તાનના સેટેલાઇટનો ટુકડો તેની તપાસ ચાલી રહી છે.

ગુજરાતના અમદાવાદ, નવસારી, ડાંગ, પાટણ, દાહોદ, ખેડા, વડોદરા જેવી જગ્યાએ આ ઘટના જોવા મળી હતી. લોકોના કહેવા મુજબ પહેલા તો આતશબાજી થતી હોય તેવું લાગ્યું પરંતુ ટૂંક સમયમાં જ આકાશીય ઘટના હોવાનું જાણવા મળ્યું.1 મીનિટ સુધી આ નજારો જોવા મળ્યો હતો. જેમાંથી લાલ-પીળો પ્રકાશ નીકળતો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch