Sun,08 September 2024,8:39 am
Print
header

Budget 2024: પ્રથમવાર નોકરી મેળવતાં લોકોને સરકારે બજેટમાં આપી આ મોટી ભેટ- Gujarat Post

EPFO હેઠળ પહેલીવાર રજિસ્ટર્ડ થનારા કર્મચારીઓનો એક પગાર સરકાર આપશે

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાંણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું. આ બજેટમાં તેમણે પહેલીવાર નોકરી મેળવનારાઓને ભેટ આપી છે. સીતારમણે કહ્યું કે સંગઠિત ક્ષેત્રમાં પહેલીવાર નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે.

સીતારમણે કહ્યું, રોજગાર અને કૌશલ્ય વિકાસ એ સરકારની નવી પ્રાથમિકતાઓમાંની એક છે. આ અંતર્ગત પહેલીવાર નોકરી શોધનારાઓને ઘણી મદદ મળવાની છે. સંગઠિત ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. પ્રથમ વખત આ પગાર ત્રણ હપ્તામાં આપવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે સરકાર રોજગાર સંબંધિત ત્રણ યોજનાઓ શરૂ કરશે. તેમણે કહ્યું કે એક મહિનાનો પીએફ (ભવિષ્ય નિધિ) પ્રદાન કરવાથી જોબ માર્કેટમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને પ્રોત્સાહન મળશે. તેમણે જાહેરાત કરી હતી કે કામકાજમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે દેશમાં વર્કિંગ વુમન હોસ્ટેલની સ્થાપના કરવામાં આવશે.

નાણામંત્રી નિર્માણ સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ ઉઠાવવો પડશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch