Sat,16 November 2024,1:53 am
Print
header

મંકીપૉક્સના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન- Gujarat post

આંતરરાષ્ટ્રીય મુસાફરોને મંકીપોક્સના લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો 

આ રોગ દુનિયાના 20 દેશોમાં ફેલાયો છે

નવી દિલ્હીઃ મંકીપૉક્સના વધતા ખતરા વચ્ચે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આરોગ્ય વિભાગે રાજ્યોને ખાસ સાવચેતી રાખવા કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં આજ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. માર્ગદર્શિકા મુજબ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ પર નજર રાખવામાં આવશે, સંક્રમણ સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રીને છેલ્લા સંપર્ક પછી 21 દિવસ માટે દરરોજ દેખરેખમાં રાખવી પડશે.

કોઈ શંકાસ્પદ દર્દી મળી આવે તો તેના નમૂના તપાસ માટે પૂણેના NIV માં મોકલવામાં આવશે. આ સેમ્પલ ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્ક હેઠળ મોકલવામાં આવશે.આ કિસ્સા શંકાસ્પદ માનવામાં આવશે, કોઇ વ્યક્તિ કે જે છેલ્લા 21 દિવસમાં પ્રભાવિત દેશોની મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે. આ સાથે તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, શરીર પર ફોલ્લીઓ જેવા કોઈ પણ લક્ષણો હોય તેમને આઇસોલેશન રૂમમાં રાખવામાં આવશે. દર્દીએ ટ્રિપલ લેયર માસ્ક પહેરવાનું રહેશે. શંકાસ્પદ વ્યક્તિનું સંપર્ક ટ્રેસિંગ કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch