Sat,16 November 2024,11:55 pm
Print
header

ગુજરાતના 93 તાલુકાઓમાં કમોસમી વરસાદ, માવઠાંથી ખેડૂતોમાં ચિંતા

ખેતીને નુકસાનની ભીતી, સહાયની કરાઇ માંગ

ગાંધીનગર: રાજ્યમાં ભરશિયાળે 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.શિયાળે વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. અચાનક પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર છે. રાજયમાં 3 દિવસ વરસાદી માહોલ રહેશે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મની આગાહી કરાઈ છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં  વધારો થશે. 2 થી 4 ડીગ્રી સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. પાટણના સિદ્ધપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  સિદ્ધપુર ચાર રસ્તા પાસે  કમોસમી વરસાદના પાણી ભરાયા હતા.વરસાદી પાણી ભરાતા વાહનચાલકો, રાહદારીઓને હાલાકી પડી છે. રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ થયા હતા. બપોર બાદ કમોસમી વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે.

કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે.કચ્છમાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ તાલાલા પથંકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વરસાદથી ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે.

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયલા નુકસાનની સહાય આપવા  માંગ કરી છે. કમોસમી વરસાદને કારણે તૈયાર પાક કપાસ, ગવાર,  અડદ સહીતના પાકને નુકસાન થયું છે.  શિયાળુ વાવેતર કરેલા જીરું, ચણા, રાયડો સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.  કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, પશુ માટેનો ઘાસચારો ખતમ થઈ ગયો છે, તેથી સરકારને તાત્કાલિક સહાય જાહેરાત કરે તેવી  માંગણી રઘુ દેસાઈએ કરી છે.કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch