Sun,23 June 2024,9:07 am
Print
header

NEET પર હંગામો, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, NSUI કાર્યકરો સામે FIR

નવી દિલ્હીઃ NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરના મેડિકલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ પણ NEET પરીક્ષામાં ગોટાળાનો વિરોધ કર્યો હતો. NEET પરીક્ષા મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવા બદલ દિલ્હી પોલીસે NSUI કાર્યકરો વિરુદ્ધ FIR નોંધી છે.

કરિયર જોખમમાં નહીં આવે

NEET પરીક્ષાને લઈને થયેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે સરકાર ઉમેદવારોના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તે વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગે છે કે તેમની તમામ ચિંતાઓને ન્યાયી અને સમાનતા સાથે સંબોધવામાં આવશે. કોઈ વિદ્યાર્થીને નુકસાન નહીં થાય અને કોઈ વિધાર્થીની કારકિર્દી જોખમાય નહીં.

NEET કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે

NEET પરીક્ષા સંબંધિત તથ્યો સુપ્રીમ કોર્ટમાં છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર વિદ્યાર્થીઓના હિતમાં તમામ પગલાં લેશે. NEETની કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. કોઈપણ મૂંઝવણ વિના આ દિશામાં આગળ વધવું આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ ફટકારી છે

NEET પેપરમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે NEET કેસની CBI તપાસની માંગ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે NTA પાસેથી 2 અઠવાડિયામાં જવાબ પણ માંગ્યો છે. હવે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ હાથ ધરાશે.

SC સ્પષ્ટપણે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરે છે

શુક્રવારે સુપ્રીમ કોર્ટે NTAની ટ્રાન્સફર પિટિશન પર આ નોટિસ જારી કરી છે. 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં NEETની તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી થવાની છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે દેશભરની હાઈકોર્ટમાં NEET પરીક્ષા 2024 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ટ્રાન્સફર કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર પણ કોઈ આદેશ નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch