Sun,17 November 2024,5:09 am
Print
header

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 24 લોકોનાં મોત, અનેક ગુજરાતીઓ ફસાયા

વરસાદનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતી પ્રવાસીઓને મદદ પહોંચી  

ઉત્તરાખંડઃ છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદન કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નૈનીતાલ જિલ્લાના રામગઢ બ્લોકના ગામમાં મકાન ધરાશાયી થવાને કારણે 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે લોકોના મોત થઇ ગયા છે. રામનગરના રિસોર્ટમાં પાણી ઘૂસી ગયું છે. આશરે 100 લોકો રિસોર્ટની અંદર ફસાયેલા છે. ભીમતાલમાં મકાન ધરાશાયી થયા બાદ એક બાળક કાટમાળ નીચે દટાયું છે.

અલ્મોડા જિલ્લામાં ઘર પર ટેકરી પરથી આવતા કાટમાળને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અલ્મોરા નગરમાં પણ ઘરની દીવાલ ધરાશાયી થતાં બાળકીનું કચડાઈને મોત થયું છે. બાગેશ્વર જિલ્લામાં એક પહાડ પરથી પડી રહેલા પથ્થરથી એક યુવકનું મોત નીપજ્યું છે. અલમોરા-હલદવાની હાઈવે પર ખીનાપાણી વિસ્તારમાં કાટમાળ નીચે દટાયા બાદ બે કામદારોના મોત થયા છે.

હાલમાં 24 લોકોના મોતના અહેવાલ છે.  નૈનીતાલનો સંપર્ક કપાઈ ગયો છે. નૈનીતાલ તળાવનું પાણી છલકાઈ રહ્યું છે. પાણી ભરાવાને કારણે ટ્રેનો રદ કરવામાં આવી છે. કાટમાળને કારણે અનેક પર્વતીય રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે. આવામાં ગુજરાતના ઘણા યાત્રાળુઓ અહીં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. જેમને મદદ મળી છે. ગુજરાતના હજારો પ્રવાસીઓ ચારધામ યાત્રામાં ફસાયા છે. ઉત્તરકાશીમાં મોટાભાગના ગુજરાતી યાત્રાળુ અટવાયા હોવાની માહિતી છે. ઉત્તરાખંડ સરકારે પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડયા છે

રાજકોટના 180 યાત્રાળુ ગંગોત્રી જતા સમયે રસ્તામાં ફસાયા. ત્યારે ઉત્તરકાશીથી ગંગોત્રી જતા રોડ પર નેતાલામાં તમામ યાત્રાળુઓ સલામત હોવાની વિગત હાલમાં સામે આવી છે. ફસાયેલા યાત્રાળુઓનો સલામતીને લઈને ગુજરાત સરકાર કાર્યરત થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ ના CM સાથે આ અંગે વાત કરી.ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ફસાયેલા પ્રવાસીઓને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાતના પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રીએ કહ્યું કે ગુજરાતના તમામ ચારધામ યાત્રાળુઓ સલામત છે. સુરત અમદાવાદ, રાજકોટના ફસાયેલા યાત્રાળુ અંગે માહિતી મેળવી છે. સાથે રૂદ્રપ્રયાગના સ્થાનિક અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ. પૂર્ણેશ મોદીએ કહ્યું કે સાંજ સુધી રસ્તા ખુલતા પ્રવાસીઓ પરત ફરી શકશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch