Fri,20 September 2024,5:12 pm
Print
header

ઉત્તરકાશી ટનલ બચાવ કામગીરીઃ ડ્રિલિંગ ફરી થયું શરૂ, જાણો કેવી છે સ્થિતિ- Gujarat Post

નવી દિલ્હીઃ દિવાળીના દિવસથી ઉત્તરકાશીની નિર્માણાધીન સુરંગમાં થયેલા અકસ્માતમાં ફસાયેલા 41 કામદારો હવે બહાર આવી શકે છે. આજે બચાવનો 13મો દિવસ છે. લાંબી રાહ જોયા બાદ આખરે ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કોઈ અડચણ નહીં આવે તો આજે એસ્કેપ ટનલ બનાવવાનું કામ પૂર્ણ થઈ જશે.

ઉત્તરકાશી ટનલ બચાવ પર પીએમઓના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબેએ જણાવ્યું કે હવે સ્થિતિ પહેલાથી સારી છે. અમે ઓગર ડ્રિલિંગની પ્રક્રિયા શરૂ કરી છે. ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડારનો ઉપયોગ કરીને પાર્સન્સ કંપની દ્વારા કરવામાં આવેલા અભ્યાસે અમને બતાવ્યું કે આગામી 5 મીટર સુધી કોઈ ધાતુનો અવરોધ નથી. આ મુજબ, જો ડ્રિલ મશીન યોગ્ય રીતે કામ કરશે તો પાઇપ ટનલમાં ફસાયેલા કામદારોની ખૂબ નજીક પહોંચી જશે. તે સાંજ સુધીમાં બહાર આવે તેવી ધારણા છે.

આજે શુક્રવારે ઓરિસ્સાથી એક માલસામાન ટ્રેન ઉત્તરકાશીના સિલ્ક્યારામાં સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ સામગ્રી લઈને ઋષિકેશ રેલવે સ્ટેશન પહોંચી રહી છે. બુધવારે ગુજરાતના વાપીથી બે ડ્રિલિંગ મશીન લઇને માલગાડી ઋષિકેશ રેલવે સ્ટેશન પહોંચી હતી. અહીંથી મશીનને ચાર ટ્રકમાં ઉત્તરકાશી મોકલવામાં આવ્યું હતું. ઓરિસ્સાથી માલસામાન ટ્રેન આવ્યાં બાદ બચાવ સાધનો ઉત્તરકાશી મોકલવામાં આવ્યાં છે. નોંધનિય છે કે ફસાયેલા લોકો માટે પ્રાર્થના થઇ રહી છે અને તેઓ ઝડપથી બહાર આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch