(પ્રતિકાત્મક ફોટો)
ગાંધીનગરઃ પોઇચા જેવું મંદિર બનાવવાની લાલચ આપીને 3 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનારા વી પી સ્વામીની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે, સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ વી.પી. સ્વામી (વિજય પ્રકાશ સ્વામી) જે.કે. સ્વામી (જયકૃષ્ણ) એમ.પી. સ્વામી અને વી.પી. સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેસ, ભુપેન્દ્ર અને વિભસિંહ નામના શખ્સો વિરુધ્ધ રાજકોટનાં ભક્તિનગર પોલીસ મથકમાં રૂ. 3.04 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં આ શખ્સોએ પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટું વળતર મળશે તેવી લાલચ આપીને જમીનની ખરીદી કરી હતી. એ પછી નાણાં ચુકવવામાં ગલ્લા તલ્લાં કરવામાં આવતા ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સ્વામીના સાગરિત લાલજી ઢોલાને સુરતથી ઝડપી લીધો હતો. ત્યારબાદ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગનરે તપાસ સોંપવામાં આવતા જે.કે. સ્વામી ઝડપાયા હતા.
જે બાદ મુખ્ય જૂનાગઢનાં ઝાલણસરનાં સ્વામી વિજય પ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટનાં જમીન લેવેચના ધંધાર્થી જસ્મીનભાઈ માઈકની ફરિયાદનાં આધારે વી.પીસ્વામીની ધરપકડ થયા બાદ આજે રાજકોટની કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં જ કૂટણખાનું ચલાવતાં ઝડપાયો, નજારો જોઈ પોલીસ પણ ચોંકી- Gujarat Post | 2024-10-30 10:53:05
Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post | 2024-10-30 10:49:18
2 કરોડ રૂપિયા આપો, નહીં તો જાનથી મારી નાખીશું, ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી | 2024-10-30 10:43:25
PM મોદી આજે ગુજરાત પ્રવાસે, રૂ. 280 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે | 2024-10-30 10:02:33
પુત્ર માટે કન્યા શોધવા નીકળેલા પૂજારી ફસાયા હનીટ્રેપમાં, ગાંધીનગરના આ કિસ્સાએ જગાવી ચકચાર- Gujarat Post | 2024-10-29 18:49:11
Bhavnagar News: પિતાએ પૈસા વાપરવા ન આપ્યાં તો પુત્રએ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા- Gujarat Post | 2024-10-29 18:44:36
ખેડૂતની કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ, ખેડૂતે કહ્યું મારી પાસે આત્મહત્યા કરવાનો એક જ રસ્તો છે ! | 2024-10-23 09:22:48
જીગ્નેશ મેવાણીએ આ IPS અધિકારી પર ગેરવર્તણૂંકનો લગાવ્યો આરોપ, વિધાનસભા અધ્યક્ષ પાસે કાર્યવાહીની કરી માંગ | 2024-10-16 08:25:07