Sat,16 November 2024,1:31 pm
Print
header

વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરે પાણીપુરીની લારી વાળા પાસે 1 હજાર રૂપિયા માંગ્યાનો આક્ષેપ- Gujarat Post

(મહિલા કોર્પોરેટની ફાઈલ તસવીર)

વડોદરાઃ વડોદરાના મહિલા કોર્પોરેટર છાયા ખરાદી વધુ એક વખત વિવાદમાં આવ્યાં છે. તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલા કોર્પોરેટર કારેલીબાગ નજીક પાણી પુરીની લારી ચલાવતાં યુવક એક હજાર રૂપિયા માંગ્યા હતા.

પાણીપુરીની લારી ચલાવતાં યુવકના કહેવા મુજબ,બે મહિના પહેલા મહિલા કોર્પોરેટર છાયાબેન તેની લારી પર આવ્યાં હતા અને મને ધમકાવવા લાગ્યા હતા. તેમનું કાર્ડ આપીને મને ઘરે મળી જવા કહ્યું હતું. તેઓ મળવા ગયા ત્યારે ફોન બહાર મુકાવીને કહ્યું હતુ કે તારે આ લારી ઉભી રાખવી હોય તો 1 હજાર રૂપિયા આપવા પડશે, તેમ કહીને દમ માર્યો હતો.  

ભાજપ કોર્પોરેટર છાયાબેને આ મુદ્દે જણાવ્યું કે સ્થાનિકોએ લારી હટાવવા રજૂઆત કરી હતી એટલે મળવા ગઈ હતી. મેં કોઈ રૂપિયા માંગ્યા નથી. થોડા દિવસ પહેલા એક વૃદ્ધે તેમની મિલકત પચાવી પડાવી લેવાનો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવાનો આક્ષેપ આ મહિલા કોર્પોરેટર પર મૂક્યો હતો.વૃદ્ધને હોસ્પિટલનું કહીને કુબેરભવન લઇ ગયા બાદ અંધારામાં રાખીને વિલ બનાવ્યું હોવાનું પણ આ મામલામાં સામે આવ્યું છે. ત્યારે ભાજપ નેતાના આ કારનામાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે. હવે જોવું રહ્યું ભાજપ આ મહિલા કોર્પોરેટર સામે શું કાર્યવાહી કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch