Sat,16 November 2024,10:19 am
Print
header

IT ના દરોડા, વડોદરામાં બે બિલ્ડર ગ્રુપ પાસેથી રૂ. 50 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું- Gujarat Post

(બિલ્ડર ગ્રુપના પ્રોજેક્ટની ફાઈલ તસવીર)

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના અધિકારીઓનું સર્ચ ઓપરેશન

સર્ચ ઓપરેશન દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, બેનામી હિસાબો, કોમ્પ્યુટરાઈઝ રેકોર્ડ જપ્ત કરાયા 

વડોદરા: શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા બે બિલ્ડર ગ્રુપ અને આર્કિટેક્ટને ત્યાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બિન હિસાબી નાણાનો આંક 50 કરોડ રૂપિયાને પાર પહોંચ્યો છે. દર્શનમ અને વિહવ ગ્રુપ, આર્કિટેકટ રૂચિર શેઠ સહિતનાઓના 35 સ્થળે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા આઇટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યાં છે.

બિલ્ડરોના ધંધાકીય સ્થળો, ઓફિસો, રહેઠાંણ, બિલ્ડિંગ સાઈટ વગેરે સ્થળે 35 ટીમો કામે લાગી છે. સર્ચ ઓપરેશન દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, બેનામી હિસાબો, કોમ્પ્યુટરાઈઝ રેકોર્ડ વગેરે મળ્યાં છે.ઢગલા દસ્તાવેજોની સ્ક્રૂટિની શરૂ કરી હતી અને આ તપાસમાં કુલ 50 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક મળી છે. બેન્કના સીલ કરેલા લોકરોમાંથી દાગીના અને કેશ પણ મળ્યાં છે.

નાણાંકીય વ્યવહારોને લગતા શંકાસ્પદ દસ્તાવેજો અને હિસાબોની તપાસ હજુ ચાલી રહી છે. લકઝુરિયસ બંગલા, કોમર્શિયલ અને રહેણાંક સ્કીમોના બુકિંગ વખતેના વ્યવહારો, જમીનોના સોદા વગેરેના દસ્તાવેજોની તપાસ ચાલતી હોવાથી બિનહિસાબી આવકનો આંક વધે તેવી સંભાવના છે.

આ તપાસ હજુ લાંબી ચાલે અને વધુ માત્રામાં કાળું નાણું પકડાય તેવી શક્યતા છે. આઈટી તપાસને કારણે શહેરના બિલ્ડરોમાં હડકંપ મચ્યો છે. કોરોનાકાળ બાદ વડોદરા શહેરમાં પ્રથમ સર્ચમાં જ જંગી બેનામી હિસાબો મળી આવતા શહેરમાં ફરી એક વખત ચર્ચા ઊઠી છે.થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આઇટીએ દરોડા કર્યાં હતા

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch