Fri,18 October 2024,1:54 pm
Print
header

વડોદરાઃ ભાજપના નેતાની દાદાગીરી, ટોલ નાકા પર 5 ગાડી ટોલ ટેક્સ વગર પાસ કરાવીને કર્મચારીને ફટકાર્યો- Gujarat Post

વડોદરાઃ ભાજપના નેતાઓને જાણે કે કાયદાનો ડર જ નથી.  અને આ લોકો કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યાં છે. વડોદરાના કરજણના ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે. ટોલ બુથ પર તેમણે ધાક ધમકીથી તેમની કાર સહિત પાંચ અન્ય લોકોની ગાડી ટોલ ટેક્સ ભર્યાં વગર પસાર કરાવી હતી અને ટોલ કર્મચારીને ફટકાર્યો હતો.

વડોદરા કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે. યુવા મોરચાના પ્રમુખ પ્રવિણસિંહ અટાલિયા દ્વારા ટોલનાકા પર કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. યુવા મોરચાના પ્રમુખ અને તેના ભાઈએ માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ટોલનાકા પર કર્મચારી સાથે તકરાર થઈ હતી.ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે પ્રવિણસિંહે દાદાગીરી કરી હતી.

તેઓની કાર સાથે અન્ય 5 ગાડીઓ પણ ટોલ ચાર્જ વગર પાસ કરાવી હતી. ટોલ બુથના કર્મચારીએ આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હવે ભાજપના નેતા પર પોલીસ અને પાર્ટી શું પગલાં લે છે તે જોવું રહ્યું ??

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch