Sat,16 November 2024,1:43 am
Print
header

વારાણસી સિરિયલ બ્લાસ્ટ કેસ, આરોપી વલી ઉલ્લાહને કોર્ટે સંભળાવી ફાંસીની સજા- Gujarat post

સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મીડિયાને પણ એન્ટ્રી આપવામાં આવી ન હતી

માર્ચ, 2006 ના રોજ, થયેલા વિસ્ફોટોમાં 20 લોકો માર્યાં ગયા હતા

વારાણસીઃ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે આરોપી વલીઉલ્લાહને ફાંસીની સજા સંભળાવી છે. 16 વર્ષ પહેલા સંકટમોચન અને કેન્ટ સ્ટેશનમાં સીરિયલ બ્લાસ્ટ થયો હતો. 7 માર્ચ, 2006 ના રોજ, સંકટ મોચન મંદિર અને છાવની રેલ્વે સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં 20 લોકો માર્યાં ગયા હતા, 100 થી વધુ ઘાયલ થયા હતા. જિલ્લા વહીવટીતંત્રના વકીલ રાજેશ શર્માએ જણાવ્યું કે જિલ્લા સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાએ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા બે કેસમાં વલી ઉલ્લાહને દોષિત ઠેરવ્યો હતો, ચૂકાદા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મીડિયાને પણ એન્ટ્રી આપવામાં આવી ન હતી. કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ડોગ સ્કવોડ દ્વારા સમયાંતરે કોર્ટ પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું હતું.

વારાણસીમાં થયેલા વિસ્ફોટ બાદ વલી ઉલ્લાહ વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર ન હતો. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર કેસ ગાઝિયાબાદ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણ વિસ્ફોટમાં પાંચ આતંકવાદીઓ સામેલ હતા. આ આતંકીઓમાંથી એક મૌલાના ઝુબેરને સરહદ પર સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch