Tue,17 September 2024,1:50 am
Print
header

હું હારી ગઇ છું..વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાય થયા પછી કુસ્તીમાંથી સંન્યાસની કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય રેસલર વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઇ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે હવે વધુ તાકાત નથી. કુસ્તી 2001-2024ને અલવિદા. તેણે માફી માંગી અને કહ્યું કે તમારા બધાની હું હંમેશા ઋણી રહીશ.

વિનેશ ફોગાટે તેના હરીફ સામે સેમિફાઇનલ મેચમાં 5-0 ના માર્જિનથી જીત મેળવી હતી અને તે ઓલિમ્પિક ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી.

વિનેશની જાહેરાત બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમને લખ્યું કે, વિનેશ, તું હારી નથી, તું હંમેશા અમારા માટે વિજેતા રહીશ, તું ભારતની દીકરી હોવાની સાથે ભારતનું ગૌરવ પણ છે.

વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.

100 ગ્રામ વધારે વજન હોવાને કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી

રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક જાહેર કરવામાં આવી હતી. 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ વજન વધારે હોવાને કારણે તેને ફાઈનલ મેચના કલાકો પહેલા જ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. નિયમોના કારણે તે સેમિફાઇનલ જીત્યા પછી પણ મેડલ ચૂકી ગઈ.

અમેરિકન રેસલર સાથે હતી સ્પર્ધા

ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચ્યાં બાદ તે ગોલ્ડ મેડલ જીતશે તેવી આશા હતી. વિનેશ ફોગાટે મંગળવારે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવી હતી. વિનેશની ફાઈનલ બુધવારે (7 ઓગસ્ટ) યુએસએની એન સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. તેને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન યુઇ સુસાકીને 50 કિગ્રામાં હરાવી હતી.

આ રીતે વજન ઘટાડવાનો કર્યો હતો પ્રયાસ

મંગળવારે રાત્રે વિનેશનું વજન 52 કિલો હતું, તેણે સાઇકલ ચલાવીને, સ્કિપિંગ વગેરે કરીને પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શકી નહીં. ગગન નારંગ, દિનશા પારડીવાલા, તેમના પતિ, ફિઝિયો, મેડિકલ સ્ટાફ, IOA અધિકારીઓ, ભારતના હાજર લોકો અને OGQ (ઓલિમ્પિક ગોલ્ડ ક્વિઝ) એ તેમનું વજન ઘટાડવા માટે રાતભર કામ કર્યું હતું. ડૉ. પારડીવાલાએ તો ત્યાં સુધી કહ્યું કે અમે તેમનો જીવ જોખમમાં ન નાખી શકીએ. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે કે તેણે શક્ય તમામ પ્રયાસ કર્યાં હતા. વિનેશ વેદનાથી રડી રહી હતી કારણ કે તેનું શરીર તૂટી રહ્યું હતું, તે વિનેશ ઓલિમ્પિક વિલેજ પોલીક્લીનિકમાં છે. તે 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી. ઈવેન્ટના બીજા દિવસે 50 કિગ્રા કેટેગરીમાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch